Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પાટણના ચાણસ્મા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ર ના મોત

પાટણ તા.૧૭: ચાણસ્મા-હારીજ હાઇવે ઉપર ધરમોડા ગામ નજીક રેત ભરેલી ટર્બો ટ્રક અને ગેસના સીલેન્ડર ભરાવેલ ટ્રક સામ-સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બન્ને ગાડીઓ રોડ ઉપર ઊંધી વળી જતાં બન્ને બાજુનો ટ્રાફીક જામ થઇ જવા પામ્યો હતો. અકસ્માતમાં બન્ને ટ્રકના ડ્રાઇવરોના કમકમાટી ભર્યા મૃત્યુ થયાં છે.

મૃતક (૧) નટવર ચતુરભાઇ નાયક રે સબાસણા તા. ભાભર, (ર) ઠાકોર વિક્રમજી અનુપજી રે. શીહોર તા. કાંકરેજ બી.કે. જે રેતના ટરબાનો ટ્રક ચાલક છે.

(4:20 pm IST)