Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાણાવાવ પા, કુતીયાણા-પોરબંદરમાં ૪, ખંભાળીયામાં ૩ ઇંચ વરસાદઃ કચ્છના ગાંધીધામમાં ૧ ઇંચઃ દ્વારકામાં મેઘાવી માહોલ સાથે ૧ ઇંચ

ગિરસોમનાથ -જુનાગઢ-રાજકોટ-અમરેલી-બોટાદ-ભાવનગર પછી હવે રાજકોટ-જામનગર-દેવભૂમિ દ્વારકા અને કચ્છનો વિભાગ આવરી લેવાયો

પોરબંદરઃ શહેરમાં ૪ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર) (૪.૧૫)

રાજકોટ, તા., ૧૭: રાજકોટ સહીત  સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘાવી માહોલ બરાબરનો જામ્યો છે. આવા વાતાવરણ વચ્ચે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી રહયો છે.

ત્યારે આજે પોરબંદર અને કુતિયાણામાં ૪ ઇંચ, રાણાવાવમાં ૩ાા ઇંચ વરસાદ વરસ્યો છે.

જયારે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ અને તાલાળામાં હળવા ઝાંપટા વરસ્યા છે.

કચ્છના ગાંધીધામમાં ૧ ઇંચ, નખત્રાણા અને ભચાઉમાં અડધો ઇંચ, અંજાર અને માંડવીમાં ઝાંપટા, ભાવનગરના ઘોઘા અને ગારીયાધારમાં અડધો ઇંચ તથા મહુવા જેસર, સિંહોર, ઉમરાળામાં હળવા ભારે  ઝાંપટા વરસ્યા છે.

દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં મેઘરાજા મહેરબાન થયા છે અને આજે બપોરના ૧ર થી ર દરમિયાન વધુ ૩ ઇંચ વરસાદ પડતા કાલે સાંજથી આજે બપોર સુધીમાં ૧પ કલાકમાં ૭ ઇંચ વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદ વરસતા લોકોમાં ખુશાલી છવાઇ ગઇ છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર મેલ સહિત બે ટ્રેનને અસર પહોંચી છે. અને ટ્રેન વ્યવહાર ખોરવાયો છે.

રાજકોટ જીલ્લાના લોધીકામાં ૧ ઇંચ, ધોરાજીમાં અડધો ઇંચ, ઉપલેટા અને રાજકોટમાં હળવા ઝાંપટા વરસ્યા છે.

જુનાગઢ જીલ્લાના મેંદરડા, માણાવદર, માીયા હાટીના અને કેશોદમાં અડધો ઇંચ તથા માંગરોળ અને જુનાગઢમાં વરસાદી ઝાંપટા વરસ્યા છે.

દ્વારકામાંપણ આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગ્યે ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે ૧ ઇંચ  વરસાદ વરસ્યો છે. (૪.૧૫)

(4:08 pm IST)