Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગાંધીધામના 19 વર્ષીય યુવાન પ્રણાલ ખત્રીએ વગર પૈસે કર્યુ ભારત ભ્રમણ;નેપાળ પણ ફર્યો

ટ્રકથી માંડી ઓડીમાં પણ લિફ્ટ મળી: ઝુંપડાથી માંડી આલિશાન મકાનમાં પણ રહેવા મળ્યુ

ગાંધીધામનો 19 વર્ષીય પ્રણાલ ખત્રીએ એક પણ પૈસા વગર સમગ્ર ભારતનું ભ્રમણ કર્યુ છે. તેણે સેવન સિસ્ટર રાજ્યો અને છત્તીસગઢને બાદ કરતા 20 રાજ્યો અને નેપાળનો પ્રવાસ 225 દિવસમાં પૂર્ણ કર્યો હતો.

 પ્રણાલના જણાવ્યા પ્રમાણે પ્રવાસ દરમિયાન તેને ટ્રકથી માંડી ઓડીમાં પણ લિફ્ટ મળી છે. તેમજ ઝુંપડાથી માંડી આલિશાન મકાનમાં પણ રહેવા મળ્યુ હતુ. 

(1:23 pm IST)