Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગોંડલ પંથકમાં ચાર કલાક આઠ ઇંચ : કોલપરી અને વસાવડી નદી ગાંડીતુર: 50 લોકોનું સ્થળાંતર : દેરડી(કુંભાજી)થી મોટી કુંકાવાવ જતો વાહન વ્યવહાર બંધ

ગોંડલના દેરડી(કુંભાજી), રાણસીકી, મોટી ખિલોરી, પાટ ખિલોરી અને વાસાવડ સહિતના ગામોમાં ચાર કલાકમાં આઠ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે દેરડી(કુંભાજી)ની કોલપરી અને  વાસાવડની વાસાવડી નદી ગાંડીતૂર બની છે. નદીના પાણી વાસાવડ અને પાટખિલોરી ગામમાં ઘૂસ્યા છે. વાસાવડ ગામે નદીના પાણી નીચાણવાળા વિસ્તારો પાણી ઘુસ્તા ગામમાં સરપંચ સહિતના ગ્રામજનોએ 50 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. મેતા ખંભાળીયા નજીક વાસાવડી નદીના પૂલ ઉપર નદીના પાણી ફરી વળ્યા છે જેથી દેરડી(કુંભાજી)થી મોટી કુંકાવાવ જતો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે

(12:46 pm IST)