Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

જૂનાગઢના ચોકી ચોરઠમાં પૂ.સીતારામબાપુ આશ્રમે સંતવાણી

જૂનાગઢ : અષાઢી બીજના દિવસે પ.પૂ. સીતારામ બાપુ (ચોકી - સોરઠ)ના આંગણે સંતવાણીનું આયોજન કરેલ. ટુકડા થી હરી ઢુકડો હરી આ શબ્દને જીવનમંત્ર બનાવનાર આ સંત વિભુતીએ શરૂ કરેલ ભજન અને ભોજનની ધુરા આજે પણ શ્રી ગંગામાં અમર આશ્રમ ચોકી ખાતે આજે પણ અવિરત ચાલુ છે. આ આશ્રમમાં ૩૬૫ દિવસ માટે અઢારે આલમ માટે પ્રસાદ તેમજ જૂનાગઢ પોરબંદરના ધાર્મિક સ્થળોની યાત્રાએ જતા શ્રધ્ધાળુઓ માટે ઉતારાની વ્યવસ્થા નિઃશુલ્ક આપવામાં આવે છે. આ આશ્રમમાં દર વર્ષે સીતારામ બાપુની ઇચ્છા અનુસાર અષાઢી બીજ તથા મહાસુદ બીજનો ઉત્સવમાં વિશ્વશાંતી અર્થે લઘુ રૂદ્ર તેમજ વિષ્ણુયાગ યજ્ઞ કરીને અંદાજે પ થી ૭ હજાર ભાવિકો દ્વારા ભોજન પ્રસાદનુ પાન કરવામાં આવે છે. બીજ નિમિતે આશ્રમ ખાતે આયોજન કરી અલખધણીનુ નિશાન ચડાવીને રાત્રે ભજન સંતવાણીનુ આયોજન કરેલ. જેમાં અંદાજે ૨૫૦૦ ભાવિકોએ ભોજન પ્રસાદ લીધો હતો. સીતારામબાપુના સમગ્ર શિષ્ય સમાજ, સમસ્ત ચોકી ગ્રામજનો, એચઆરપી કેમ્પ ચોકીના જવાન મિત્રો, તેમજ સમસ્ત રબારી સમાજને તેમના જ એક શિષ્ય કેશુભાઇ વૈષ્ણવએ એક તાતણે બાંધીને ઉમળકાભેર આ ઉત્સવ ઉજવ્યો હતો. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:50 am IST)