Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

જેતપર (મોરબી)ના કિશોર કોળીને ચોરાઉ બાઇક આપનાર મહુવાના હરેશ કોળીની પણ ધરપકડ

વરસતા વરસાદમાં પોલીસે છાપો માર્યો : મહુવાના શખ્સે ધ્રોલ - રાજકોટ - હળવદમાંથી પણ વાહન ચોરેલની કબૂલાત

 ચોટીલા ટાઉનમા તળેટી વિસ્તારમાંથી પોતાના હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ જીજે-૦૧એલએન-૦૫૭૬ કિંમત રૂ. ૧૫,૦૦૦ ની ચોરી થયા અંગેની ફરીયાદ મુળજીભાઈ જેસિંગભાઈ પરમાર રહે. હિરાપરા તા. સાણંદ જી.અમદાવાદએ તા. ૧.૦૫.૨૦૧૮ ના નોંધાવેલ હતી. જે તપાસ પો.ઇ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ અને આ ગુન્હામાં આરોપી કિશોરભાઈ બચુભાઈ કોળી ઉવ. ૨૮ રહે. જેતપર તા.મોરબીને મોરબી પોલીસે હીરોહોન્ડા મોટર સાયકલ સાથે પકડતા, તેની ધરપકડ કરી, મુદ્દામાલ કબજે કરવામાં આવેલ.

દરમિયાન લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ચોટીલા પો.ઈન્સ. પી.ડી.પરમાર, પો.સ.ઇ.આઈ.કે.શેખ, એ.એસ.આઇ. કેતનભાઈ ચાવડા, સરદારસિંહ, હરદેવસિંહ, જુવાનસિંહ, દેવભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવતા, પોતાને આ હીરોહોન્ડા મોટર સાયકલ હરેશભાઈ કોળી રહે. મહુવા ભાવનગર આપી ગયેલાની કબૂલાત કરવામાં આવતા,  હરેશભાઈ આતુંભાઈ ચૌહાણ પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. જયારે પોલીસ તપાસમાં જાય ત્યારે પોતાનું ઘર છોડી, નાસી જતો હતો.

તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની ઝુંબેશના ભાગરૂપે આ આરોપી મહુવા પોતાના ઘરે આવ્યો હોવાની મળેલ બાતમી આધારે એ.એસ.આઇ. કેતનભાઈ, પો.કો. શેખાભાઈ, સહિતની એક ટીમ મહુવા ખાતે મોકલી, મહુવા પોલીસ સ્ટેશનના હે.કો. ઓમદેવસિંહની મદદથી વરસતા વરસાદમાં આરોપીની ઘરે તપાસ કરતા આરોપી હરેશભાઈને મહુવા ખાતેથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી હરેશભાઈ આ મોટર સાયકલ ઉપરાંત બીજા ચાર મોટર સાયકલ ધ્રોલ, રાજકોટ શહેર તથા હળવદ ખાતેથી ચોરી કરી, આરોપી કિશોરભાઈ કોળીને મોરબી ખાતે આપેલાની પણ કબૂલાત કરવામાં આવતા, પકડાયેલ આરોપી પાંચ ગુન્હામાં વોન્ટેડ નાસતો ફરતો આરોપી હોવાની વિગત ખુલવા પામેલ હતી. આમ, વાહન ચોરીના ગુન્હાઓના આંતર જિલ્લા આરોપી નીકળતા, તેનો ગુન્હાહિત ઇતિહાસ તપાસવામાં આવી રહેલ છે. ંઆમ, ચોટીલા પોલીસ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન સહિતના કુલ પાંચેક વાહન ચોરીના ગુન્હામાં છેલ્લાઙ્ગ ત્રણ મહિનાથી વોન્ટેડ નાસતા ફરતા આંતર જિલ્લા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.(૨૧.૧૮)

(11:50 am IST)