Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પ્રભાસ પાટણ બજારમાં બે આખલા યુધ્ધે ચડતા રેકડીઓ બાઇકોને નુકશાન :જાનહાની ટળી

પ્રભાસ પાટણ તા.૧૭: પ્રભાસ મુખ્ય બજારમાં બે આખલા યુધ્ધે ચડતા લોકો જાન બચાવીને દોડધામ કરવા લાગેલ . પ્રભાસ પાટણની એકમાત્ર બજાર છે અને તેમા પણ ખુબજ સાકડી આ બજારોમાં સતત ખુટિયા આટા મારતા હોય છે. જેથી ટ્રાફીકની સમસ્યા જોવા મળે છે. જ્યારે બે ખુંટીયાઓ યુધ્ધે ચડે તો લોકોમાં નાસભાગ મચી જાય છે.  અને અડફેટે ચડે તો આવી બને. તેમજ આ ખુટીયાની આડે મોટર સાયકલ કેબીનો અને જે વસ્તુ  આડે આવે તેને  ભાંગી ને ભુક્કો કરી નાખે છે. આવા બનાવો વારંવાર બનતા હોય છે. સોમનાથ મંદિરની આજુ-બાજુ પણ ખૂટીયાનો ભયંકર ત્રાસ જોવા મળે છે અને ખુટીયાની લડાઇમાં અનેક યાત્રિકો અને લોકોને ઈજાઓ થયેલ છે. લોકોનુ કહેવુ છે કે નગરપાલીકા પાસે ઢોર પકડવાની વ્યવસ્થા અને સ્ટાફ પણ હોય છે. છતા આ બેફામ બનેલા ખુટીયાઓને કેમ પકડતા નથી એ મોટો પ્રશ્ન છે. પ્રભાસપાટણ  - સોમનાથમાંથી જો ખુંટીયાને પકડવામાં નહી આવે તો કયારેક મોટી જાનહાની થવાનો પૂરે-પૂરી સંભાવના છે. તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે. પ્રભાસ પાટણ બજારમાં ખુંટીયાની લડાઇમાં બાઇકો અને કેબીનોને નુકશાન થયેલ તે તસ્વીરમાં નજરે પડે છે. તસ્વીર  - દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ )

(11:49 am IST)