Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

સુરેન્દ્રનગરમાં એક મહિના પહેલા બનાવેલ રોડ તોડી નાખ્યો

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના કામો ગતિથી થઇ રહ્યા છે ત્યારે ૧૫ ઓગષ્ટની ઉજવણી સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે તે પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાથમિક જરૂરિયાતના પાયાના કામો પુર ઝડપે પુરા કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારની આ તસ્વીર નજરે પડે છે. આ વિસ્તારમાં હજુ ૧ માસ પૂર્વે બનેલો રોડ પાણીની લાઇનના કારણે તોડી નાખવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જીલ્લાના રતનપર વિસ્તારમાં એક માસ પહેલા બનેલા રોડનુ ખોદકામ શરૂ કરતા આજુબાજુના લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ,વઢવાણ)

(11:47 am IST)