Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગ્રામ પંચાયત સુપરસીડ થતા મોવિયાનું રાજકારણ ગરમાયુ

ગોંડલ, તા.૧૭: ગોંડલ તાલુકાના રાજકારણમાં ઓપી સેન્ટર ગણાતા મોવિયા ગ્રામ પંચાયતમાં કુલ ૧૪ સભ્યો ધરાવતી ગ્રામ પંચાયતમાં ૮ સભ્યોની બહુમતી સાથે સરપંચ તરીકે સુરેશભાઈ ભલાળા તથા ઉપ સરપંચ તરીકે ચિરાગભાઈ દુદાણી વહીવટ ચલાવતા હતા પરંતુ માત્ર સાવ વર્ષ માંજ  સત્તાધારી જૂથના ત્રણ સભ્યોએ સરપંચ ઉપ સરપંચ ના એક હથ્થું શાસન સામે આક્ષેપ કરી વિપક્ષ ની પાટલીએ બેસતા વિપક્ષની સંખ્યા ૯ ની થવા પામી હતી દરમ્યાન મહત્વ નું ગણાતું બજેટ ત્રણ ત્રણ વાર ના મંજુર થતા વીપક્ષીઓ એ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરતા અધિનિયમ મુજબ આખરે મોવિયા ગ્રામ પંચાયત સુપરસિડ થવા પામી હતી.

મોવિયા ગ્રામપંચાયત સુપરસિડ થતા તાલુકાના રાજકારણ માં ખળભળાટ મચી જવા પામ્યો છે, વહીવટદાર તરીકે બી એમ ચોવટિયા એ ચાર્જ સાંભળ્યો છે, આગામી સમય માં રાજકીય દાવપેચ સાથે મોવિયા ગ્રામપંચાયત ની ફરી ચૂંટણી યોજાશે.

(11:44 am IST)