Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ભાવનગર જીલ્લા પંચાયતમાં બોર્ડમાં કોંગ્રેસને પછડાટ : ભાજપે રર સભ્યોની બહુમતિ જાળવી

ભાવનગર, તા. ૧૭ : ભાવનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રમુખ વકતુબેન મકવાણાના પ્રમુખપદે મળેલ. આ બેઠકમાં કારોબારી સમિતિ, બાંધકામ, આરોગ્ય, મહિલા બાળ વિકાસ વગેરે સમિતિઓની રચનામાં ભાજપને રર અને કોંગ્રેસને ૧૮ સભ્યોનું સમર્થન મળતા રર સભ્યોની બહુમતીએ તમામ કમીટીમાં ભાજપની રરચાઇ હતી. જેમાં ૪૦ સભ્યોનું સંખ્યાબળ ધરાવતા જી. પંચાયતમાં છેલ્લે રાજકીય સ્થિતિ એવી ઉભી થઇ હતી કે કોંગ્રેસના ર૦ અને ભાજપના ર૦ એકમ મતદાન માટે કસોકસની સ્થિતિ ઉભી થયેલ જેમાં કોંગ્રેસના વિજુબેન કટારીયા અને કલ્પનાબા ગોહીલ ગેરહાજર રહેતા બોર્ડમાં ભાજપના રર સભ્યો થતા બહુમતીએ તમામ કમીટીઓ ભાજપે કબ્જે કરી હતી.

ભાવનગર જિલ્લા પંચાયતમાં અગાઉના બોર્ડમાં ગેર હાજર રહેલ અવૈયાબેને કોંગ્રેસ તરફે મતદાન કર્યું હતું પરિણામે કોંગ્રેસ પાસે ૧૮ સભ્યોનો આંકડો થયો હતો અને ભાજપ પાસે રર સભ્યોની સંખ્યા થતા ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે બહુમતી સાબીત કરી સત્તા જાળવી રાખી હતી.

જિ. પંચાયતમાં બહુમતી જાળવવા જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, આર.સી. મકવાણા (ધારાસભ્ય) અને ભરતભાઇ હડીયાએ બોર્ડમાં ભાજપની બહુમતી જાળવવા અથાગ પ્રયાસો કર્યા હતાં.

જિલ્લા પંચાયતના બોર્ડમાં કોંગ્રેસને પછડાટ મળી છે. જિ.પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા અને ચેરમેન ગોવિંદભાઇ મોરડીયાએ જિલ્લા પંચાયત ખાતે ભાજપની મેલી રાજકીય નીતિરીતિની આકરી ટીકા કરી ભાજપના રર સભ્યોમાં કમીટીઓની વરણીઓમાં ભારે અસંતોષની લાગણી હોવાનું જણાવ્યું હતું.

(11:44 am IST)