Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વાંકાનેરમાં મધ્યારાત્રીના ગાજવીજ સાથે ત્રણ ઈંચ

રાજાવડલા ગામે વિજળી પડતા ભેંસનુ મોત જુના બસ સ્ટેશન પાસે પીપળો પડતા વિજ થાંભલો ધરાસય પાવર બંધ

વાંકાનેર તા. ૧ ૭: વાંકાનેર શહેર અને તાલોુકા ઉપર છેલ્લા ૭૨ કલાક થી મેઘરાજા હળવી-ભારે ગતીએ હેત વરસાવી રહ્યા છે. વાંકાનેર  શહેરમાં ગઇકાલના સાંજ સધી માં દોઢ ઈંચ વરસાદ બાદ ગત રાત્રી ના વિજળી ના કડાકા ભડાકા સાથે વધુ ૭૧ મીમી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડતા મોસમનો કુલ ૧૪૩ મી.મી વરસાદ વાંકાનેર મામલતદાર ઓફિસના કંટ્રોલ રૂમમાં નોંધાયો છે.

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ રાત્રી દરમ્યાન ચાર ઈંચ જેટલો વરસાદ થયાના વાવડ મળી રહ્યા છે. ગતરાત્રીના ત્રણેક વાગ્યે રાજાવડલા ગામે કડાકાભેર વિજળી પડતા રમેશભાઇ ગમારા નામના માલધારી ની ભેસનુ મોત થયુ.

ભારે પવન અને ગાજવીજ  સાથે ધોધમાર વરસાદને પગલે  ગત મધ્યરાત્રીના જુના બસ સ્ટેશન પાસે તોતંગ પીપળો જમીન દોસ્ત થતા અને આ પીપળો પડવાથી વીજ થાંભલાઓના વાયરો સાથેના થાંભલા તુટીને જમીન દોરસ્ત થઇ ગયો હતો. સદ નસીબે રાત્રીના આ બનાવ બન્યો છે. જો દિવસના આ બનાવ બન્યો હોય તો અહી અનેક વાહનો અને લોકોની ભારે અવરજવર રહેતી હોય અને સામેના ભાગે પ્રાઇવેટ હોસ્પીટલ પણ હોય મોટી જાનહાની થઇ શકે સદનસીબે રાત્રીના બનાવ થી કોઇ જાનહાની થઇ નથી.

પરંતુ મધ્યરાત્રીના વિજ થાંભલો પડી જવાથી આ વિસ્તારના ધંધાર્થીઓ અને રહીશો રાત્રીથી વિજળી પાવર થી અલ્પીત રહ્યા છે.

આ લખાય છે ત્યારે  સવારે ૯:૦૦ વાગ્યા સુધી આ થાંભલો અને વાયરોના  રીપેરીંગ માટે કોઇ પી.જી.વી.સી.એલ નો સ્ટાફ કે અધિકારી સ્થળ ઉપર જોવા મળ્યા  નથી.

(11:41 am IST)