Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

તરવડાની ભાદર નદીમાં અસંખ્ય માછલાઓના મોત

ધોરાજી તા. ૧૭: ભાદર નદીમાં જેતપુરના ઉપરવાસ માંથી આવેલ જેતપુર ડાઇગના પ્રદુષિત પાણીને હિસાબે મોત થયા હોય તેવો ગ્રામજનોનો આક્ષેપ કરેલ છે.

તરવડા ગામમાં મરેલી માછલીઓની દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

 તરવડા ગામની ભાદર નદી ભાદર ર ડેમની નીચે આવે છે. ઉપરવાસ માંથી આવેલ પાણીને હિસાબે અસંખ્ય માછલીઓ મૃત્યુ થયા હોવાની શંકા છે.

માછલીઓના મૃત્યુંનું કારણ ઉપરવાસ માંથી પ્રદૂષિત પાણી આવેલ હોવાનું પ્રાથમિક કારણ હોવાનું મનાય છે.

ભાદર નદીની ઉપરવાસમાં જેતપુરના કારખાનાઓનું પ્રદુષિત પાણી કામય આવતું હોય છે.

ભાદર નદીના આ પ્રદુષિત પાણી ગામના તટમાં ઘુસી ગયા હતા અને જેના હિસાબે અહીંના માછલાં મરી ગયાનું પ્રાથમિક તારણ હોવાનું મનાય છે.

મોટી સંખ્યામાં મૃત માછલાંઓ ના હિસાબે ગામમાં રોગચાળો ફાટી નિકળગાની દહેશત છે.

(11:40 am IST)