Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વડિયાના સૂરવા ડેમમાં ૧૪ ફુટ નવા નીર, છલકાવામાં માત્ર ૨ાા ફૂટ બાકી

અનરાધાર આવકને પગલે પંથકવાસીઓમાં ખુશીનું મોજુ પ્રસર્યુ : બાવકુભાઇ ઉંધાડે વધામણા કર્યા : ૪ થી ૫ ગામને મળશે સિંચાઇનો લાભ

વડિયા તા. ૧૭ : અહીંયા ચાલુ વર્ષે સુરવોડેમમાં વરસાદના પાણીની અનરાધાર આવકને કારણે ૧૪ ફૂટ સુધી ઠસોઠસ ભરાયો છે. લોકોમાં હરખની હેલી ચડી છે. આ આનંદના ભાગીદાર બની માજી ધારાસભ્ય બાવકુભાઈ ઉઘાડ અને તેમના પત્નીએ વિધિવત નવાનીરની આવકને શ્રીફળ અને પુષ્પથી વધાવી હતી.

જળસીંચાઇયોજના વિશે વિશેષમાં જણાવતાં કહયું હતું કે જમીનમાં પાણીના ઉંડા તળ અને ક્ષારયુકત જમીનને કારણે સિંચાઇ માટે પાણીની સુવિધા ખેડૂતો માટે આશીર્વાદ સમાન અને આ વિસ્તારના લોકોની જિવાદોરી સમાન ગણાય છે સુરવોડેમ કુવાના પાણીના તળ રિચાર્જ થતાં ઉપર આવવાથી પીવાના પાણી અને અન્ય નાની સિંચાઇ માટે પણ પુરતું પાણી ઉપલબ્ધ બનશે.

આ વિસ્તારના લોકોને યોજનાથી સીંચાઇની સુવિધા મળવાથી ખેત ઉત્પાદનમાં અનેકગણો વધારો થશે તેમ ઉમેરી વધુમાં જણાવ્યું હતું કે આ ડેમને કારણે આસપાસની જમીનને નવસાધ્ય કરવામાં સહાયતા થશે આ. ઉપરાંત ખેતઉત્પાદન વધતાં ખેડુતઆર્થિક સધ્ધર બનશે.

સુરવોડેમ યોજના વિશે જળસીંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સિંચાઇ યોજનાથી આસપાસના ચાર થી પાંચ ગામોને સિંચાઇ યોજનાનો લાભ મળશે જયારે અન્ય દશથી બાર ગામોમાં પાણીના તળ ઉંચા આવતા સિંચાઇ યોજનાનો લાભ મળશે.

અત્રે નોંધનીય છે કે, ૧૬.૫૦ ફૂટની સપાટીએ ડેમ ઓવરફલો થાય છે ત્યારે છલકાવામાં માત્ર અઢી ફૂટ જ બાકી રહ્યો છે.

(11:38 am IST)