Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગોંડલની વાંસાવડી નદી ગાંડીતુરઃ બે કાંઠેઃ ભાદર ડેમ તરફ ઘસમસે છેઃ

પુલ ઉપરથી પાણી :બસ સ્ટેશનમાં પાણી ઘુસ્યાઃ ૧૦ મકાનો ખાલી કરાવાયાઃ ૪૦ લોકોનું સ્થળાંતર

ગોંડલઃ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાસાવડ ગામે બે કાંઠે વાંસાવડી નદી વહી રહી છે. ૪૦ જણાનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જયારે નીચાણમાં આવેલ ૧૦ મકાન ખાલી કરાવાયા છે. ગામને જોડતો મેઇન પુલ ઉપરથી પાણી ઘસમસતા જાય છે એટલે આવવા-જવાનો રસ્તો બંધ કરાયો છે. ગામના બસ સ્ટેશનમાં પાણી ઘુસી ગયા છે

(10:36 am IST)