Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મોરબીની રવાપર ચોકડીએ કેનાલમાં ડૂબેલા બાળકનો કલાકો બાદ પણ પત્તો ના લાગ્યો.

ચોકીદાર તરીકે કામ કરતા કમલભાઈ વિશ્વકર્માનો ત્રણ વર્ષનો દીકરો રોહિત રમતા રમતા કેનાલમાં પડી ગયો

મોરબીના રવાપર ચોકડી નજીક આજે બપોરના સુમારે એક બાળક કેનાલમાં પડી ગયું હોય જે બાળકને શોધવા માટે મોડી સાંજ સુધી ફાયર ટીમે મથામણ કરી હતી જોકે રાત્રી સુધી બાળકનો પત્તો લાગ્યો નથી
  મોરબીના રવાપર ચોકડી નજીક ચોકીદાર તરીકે કામ કરનાર કમલભાઈ વિશ્વકર્માનો ત્રણ વર્ષનો દીકરો રોહિત રમતા રમતા કેનાલમાં પડી ગયો હોય જે બનાવની જાણ કરવામાં આવતા મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જોકે કલાકોની મથામણ કર્યા બાદ પણ મોડી સાંજ સુધી બાળકનો પત્તો લાગ્યો ના હતો
કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોય જેથી બાળક જે જગ્યાએ કેનાલમાં પડ્યું તેની આસપાસના વિસ્તારમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું જોકે અંધકાર છવાયો ત્યાં સુધી ફાયર ટીમે સર્ચ કર્યા છતાં હજુ સુધી બાળકનો પત્તો લાગ્યો નથી

(10:03 pm IST)