Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મોરબીને ખેતીવાડી કોલેજ આપવા ધારાસભ્યએ કૃષિમંત્રી સમક્ષ માંગ કરી

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને સાથે રાખી કૃષિ મંત્રી સાથે પરામર્શ કર્યો હતો

મોરબીને ખેતીવાડી કોલેજ મળે તે માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કૃષિ મંત્રી આર સી ફળદુ સમક્ષ માંગણી કરી હતી તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને સાથે રાખી કૃષિ મંત્રી સાથે પરામર્શ કર્યો હતો
 જે અન્વયે મોરબીને ખેતીવાડી કોલેજ આપવા બાબતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવને કૃષિ મંત્રીએ સુચના આપી હતી જે અંગે ધારાસભ્ય દ્વારા ફોલોઅપ કામગીરી કૃષિ વિભાગમાં હાથ ધરી હોય જેથી કૃષિ વિભાગે મોરબી જીલ્લો જે કૃષિ યુનીવર્સીટી, જુનાગઢના કાર્યક્ષેત્રમાં આવે છે તે કૃષિ યુનીવર્સીટી જુનાગઢના કુલ સચિવને લેખિતમાં સુચના આપી મોરબી ખાતે ખેતીવાડી કોલેજનું સર્વેક્ષણ હાથ ધરી વિગતે અહેવાલ રજુ કરવા જણાવ્યું છે
ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી ખાતે કૃષિ કોલેજ ઉભી કરવા સૂચિત સ્થળ તરીકે હાલ કંડલા બાયપાસ પર સ્વામીનારાયણ ગુરુકુળ બાજુમાં કૃષિ શિક્ષણ કેન્દ્ર કાર્યરત છે તેનું ઇન્ફ્રાસ્ટ્રકચર કૃષિ કોલેજ માટે પર્યાપ્ત હોય તે સ્થળે કૃષિ કોલેજ ચાલુ કરવા શક્યતા તપાસવા નિર્દેશ કરેલ છે આવતા શૈક્ષણિક સત્રથી મોરબીના ગીબ્સન મિડલ સ્કૂલમાં કામચલાઉ ધોરણે ૧૦૦ મેડીકલ સ્ટુડન્ટની પ્રથમ બેંચ સાથે મેડીકલ કોલેજ કાર્યરત કરવા ધારાસભ્યે કરેલ મહેનત ફળી છે તે પગલે મોરબીને ખેતીવાડી કોલેજ મળવાના સંજોગો ઉજળા દેખાઈ રહ્યા છે.

(9:47 pm IST)