Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મોરબીના પીપળી ગામે ઈંટના ભઠ્ઠામાં મિલર હડફેટે તરુણનું મોત.

ટ્રેકટરની પાછળ જોડેલ મિલરનું ટાયર ફરી વળતા કામદારનું કમકમાટીભર્યું મોત

મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ ઈંટમાં ભઠ્ઠામાં કામ કરતા કામદારનું ટ્રેકટરની પાછળ જોડેલ મિલરનું ટાયર ફરી વળતા તેનું મૃત્યુ નીપજ્યું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
 મળતી માહિતી મુજબ મોરબીના પીપળી ગામની સીમમાં રહીને ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા હર્ષદભાઈ મોહનભાઈ ડામોરએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોધવી છે કે તેના ભાઈ વિજયભાઈ(ઉ.૧૭) વાળો ગત તા,૧૬ ના રોજ સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં પીપળી ગામની સીમમાં સીફોન સિરામિક સામે ઇંટોના ભઠ્ઠામાં ટ્રેકટર જીજીએ ૮ એ ૬૨૦૦ ના પાછળ જોડેલ મિલરની બાજુમાં કામ કરતો હતો દરમિયાન આરોપી ટ્રેક્ટર જીજે ૮ એ ૬૨૦૦ ચાલક દિલીપભાઈએ પોતાનું ટ્રેકટર પુર ઝડપે ચલાવીને ટ્રેક્ટરની પાછળ જોડેલ મિલરના પાછળના ટાયરમાં ફરિયાદીના ભાઈ વિજયને હડફેટે લેતા શરીર પર પાછળનું ટાયર ફરી વળતા તેને ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(9:45 pm IST)