Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

જામનગર કોવિડ હોસ્પિટલના યૌન શોષણ પ્રકરણમાં જયુડી.ઓફિસર મારફત તપાસ કરવા માંગણી

વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને કોર્પોરેટર-એડવોકેટ નુરમામદભાઇ પલેજાની રજુઆત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૭ : જામનગરના કોવિડ હોસ્પિટલના યૌન શોષણ પ્રકરણની તપાસ જયુડી.ઓફીસર મારફત કરાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને વોર્ડ નં.૧ ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદભાઇ ઓસમાણભાઇ પલેજાએ માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રની મોટામાં મોટી હોસ્પીટલ જી.જી.હોસ્પીટલના કોવીડ હોસ્પીટલમાં છેલ્લા ત્રણ માસની કોરોનાની મહામારીમાં નોકરી ઉપર રાખવામાં આવેલ હંગામી એટેન્ડન્ડસો સાથેના પગાર બાબતની હાલની કલેકટરશ્રીમા એટેન્ડસો મારફતે થયેલ રજુઆતમાં તેમાં એટેન્ડન્સ માટે કામ કરતી મહીલા એટેન્ડસોએ જામનગર કોવીડ સેન્ટરમાં તેઓની સાથે કથીત યૌન શોષણ અંગેની મીડીયા સમક્ષ જગ જાહેર રજુઆત કરેલી હોય જે રજુઆત અંગેની તપાસ હાલ એસ. ટી. એમ. જામનગરને સોંપવામાં આવેલ છે.

જામનગર એસ.ડી.એમ.બાહોશ અને ઇમાનદાર અધિકારી હોય પરંતુ હાલમાં જે રીતે મહીલા એટેન્ડન્સનો આક્ષેપ કરવામાં આવેલ છે. તે જોતા જામનગર માટે જે છોટા કાશી તરીકે અને ધર્મનગરી તરીકે તેમજ માં-બહેનો-સ્તરીઓની લાજ આબરૂ માટે મરી ફીટવાવાળુ શહેર છે.આ શહેરને આ પ્રકરણથી મોટુ કલંક લાગેલ છે.

જયારે જામનગર શહેરમાં નામાંકીત રાજકીય હસ્તીઓ રહેતી હોય અને જી.જી.હોસ્પીટલ ર૪ કલાક કાર્યરત હોય સી.સી.ટી.વી.કેમેરા ફીટ કરેલા હોય ત્યારે કોરોના મહામારી બીમારીના નામે દર્દીઓના સગા સબંધીઓને હોસ્પીટલથી દુર રાખીને તંત્ર દ્વારા કયાંક ને કયાંક શોષણખોરોને ઉત્તેજન આપવામાં આવ્યું હોય તેવી આશંકા ઉભી થયેલ હોય જેથી આ પ્રકરણમાં કોઇ સામાન્ય માણસો નહી પરંતુ રાજકીય લાગવગ અને ઓથવાળા તહોમતદારો તરીકે નીકળે તેમ હોય જેથી આ કામની સંપુર્ણ તપાસ નામ.કોર્ટના ચાલુ ન્યાયધીશ મારફતે કરાવવા અંતમાં માંગ કરી છે.

(1:30 pm IST)