Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ખેતરને નૂકશાન કરતા પાણીને તળાવમાં વાળતા કેશોદના માણેકવાડાના ખેડૂતો

સરકારી તંત્રને રજુઆત કરવા છતાં ધ્યાન નહીં આપતા સ્વખર્ચે પાઇપલાઇન નાખી

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૭ : ચોમાસુ આવતા અન્નદાતાઓ માટે વાવણીના ખુશખબર લાવે છે. આ ચોમાસુનું પાણી જમીનમાં સંગ્રહ કરવા માટે સરકાર દ્વારા ડેમ, તળાવ બાંધવામાં આવે છે. જેથી કરીને ચોમાસાનું પાણી જમીનમાં ઉતરેને ઉનાળુ પાક લેવામાં પાણીની તંગી ના સર્જાય. ખોરાસા ગામે નીકળતી સાબલીનદી પરના ડેમ પર એક કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પણ તે કાર્ય પૂરું ન થતા પરીણામે ખેડૂતો માટે સમસ્યા ઉભી થઈ હતી.

ખોરાસા સ્થિતિ સાબલીનદી પરના ડેમમાંથી કેનાલનું નિર્માણ કરાયું હતું. જે માણેકવાડા સુધી લંબાવાઈ છે. પરંતુ આ જગ્યા પર કામ અધુરૃં મૂકી દેવામાં આવતા જેથી ચોમાસાની સિઝનમાં વરસાદનું પાણી આ કેનાલમાં થઈ ખેતરોમાં ફરી વળતું હતું. જેથી મગફળી સહિતના ચોમાસુ પાકને વ્યાપક નુકસાન થતું હતુ. આ પાણીથી ખેતીને નુકશાન નથાય અને આ પાણીનો સદઉપયોગ થાય તે માટે ૩૫દ્મક વધુ ખેડૂતોએ ૫૦ હજારનું ફંડ એકત્ર કરી આ ચોમાસાનું પાણી ત્રણ કિલોમીટર દૂર આવેલ અગતરાય ગામના તળાવમાં જઈ શકે તે માટે માણેકવાડાના જાગૃત ખેડૂતોએ જાત મહેનતે જમીનમા ખોદકામકરી સિમેન્ટના ભુંગળા ફિટ કરેલછે. આ કામગીરીમાં રાયધનભાઈ ચાવડા, અશોકભાઈ ઓડેદરા,ભીમાભાઈ ડાંગર, ભીખુભાઈ આત્રોલીયા સહિતના ખેડૂતો જોડાયા હતા.

ખેડૂતોની આ કામગીરીથી પાકને થતું વ્યાપક નુકસાન અટકી જશે અને આ સાથે અગતરાય ગામના તળાવમાં પાણી જશે અને જે પાણી ખેડૂતોને ઉપીયોગમાં પણ આવશે.

આ કેનાલમાં ઝાડી-ડાખરા જોવા મળી રહ્યાં છે. તેમ છતાં તંત્ર દ્રારા સફાઈ કરવામાં આવતી ન હોવાથી આગામી દિવસોમાં આ કેનાલ જર્જરિત પણ બની શકે છે. ખેતરોમાં ફરી વળતા પાણીને લઈ ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર સાંભળતું જ ન હોવાથી ખેડૂતોએ સ્વખર્ચે જાત મહેનતથી કામગીરી કરવાનો નિર્ણય લીધો હતો.

(1:25 pm IST)