Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

જેતપુરમાં પાડોશીને ત્યાં બેસવા ગયેલા પરીવારના મકાનમાંથી રોકડા રૂ.૯૩ હજારની ચોરી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૭ : અત્રેના નકલંક આશ્રમ રોડ સ્પેસસ્કુલ પાસેના વિસ્તારમાં રહેતા અને હનુમાન ખીજડીયા ગામે સરકારી સ્કુલમાં ફરજ બજાવતા મીતેષભાઇ છગનભાઇ હીરપરા સોમવારે સાંજે તેના પરિવાર સાથે જમી પાડોશમાં રહેતા દામોદરભાઇ સોજીત્રાના ઘેર બહાર બેઠા હોય દરમ્યાન તેના મકાનના સીડી રૂમનો દરવાજો પવનના કારણે ભટકાતો હોય તે બંધ કરવા તેના પત્ની ગયેલ ત્યારે બારી તુટેલી અને તેમાં કાથાની દોરી ટીંગાતી જોઇ બુમાબુમ કરી મુકતા મીતેશભાઇ તેમના ઘેર જઇ તપાસ કરતા રૂમમાં વસ્તુવેર વીખેર પડેલ હોય કબાટમાં પર્સમાં રાખેલ રોકડા રૂ.૯૦,૦૦૦ તેમજ તેમના પત્નીને કપડા નીચે રાખેલ રૂ.૩૦૦૦ મતા ચોરી થયાનું માલુમ પડતા શહેર પોલીસને જાણ કરેલ જેથી પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ચોરીનો ગુન્હો નોંધી તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સહપરીવાર સાંજે ૮-૩૦ થી ૧૦-૩૦ બે કલાક મકાન બંધ કરી પાડોસમાં ગયેલ હોય અને તસ્કરોએ ચોરીને અજામ આપીને પોલીસને પડકાર ફેંકયો છે.(

(1:22 pm IST)