Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

જામનગરમાં પોલીસ સ્ટેશનમાં જ કર્મચારીઓની કામગીરીનો વિડીયો ઉતારી વાયરલ કરતા રાવ

ધરારનગરમાં પત્નિ રિસામણે હોય જેનો ખાર રાખી સાસુને માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ઓસમાણભાઈ સુલેમાનભાઈ સુમરા એ ફરીયાદ નોંધાવી છે કે, પોલીસ હેડ કવાર્ટર, જામનગરમાં આરોપી ગૌતમભાઈ ઉર્ફે કારાભાઈ રામચંન્દ્ર માવાણી એ પોલીસ સ્ટેશનમાં આવી પ્રતિબંધીત એરીયામાં પરવાનગી વગર ફરજ પરના પોલીસ કર્મચારીઓનો વિડીયો રેકોડીંગ કરી આરોપી સાથે સંકળાયેલી તથા સમાંતર સમયે ચાલતી અન્ય ગુપ્ત કામગીરી ખુલ્લી પાડી લોકોમાં ગેર સમજ ઉભી કરવા સારૂ વિડીયો ઉતરી અન્ય આરોપી સીંકદર દલવાણી મો.નં.૯૯૭૮પ૦૦૦૦૧ માં મોકલી વાયરલ કરી એકીબજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

જૂની અદાવતનો ખાર રાખી મારમાર્યાની રાવ

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મયુરસિંહ જશુભા જાડેજા, ઉ.વ.ર૯, રે. આશાપુરા મંદિર પાછળ, ડેરી ગામ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી મયુરસિંહ તથા આરોપી સહદેવસિંહ ઉર્ફે સહલુભા વિક્રમસિંહ જાડેજા રે. ડેરી ગામવાળાને પંદરેક દિવસ પહેલા શેરીમાં નીકળવા બાબતે સામાન્ય બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ડેરી ગામે આવેલ મહાદેવીયાના રસ્તે ફરીયાદી મયરુસિંહ તેની વાડીએ જતા હતા ત્યારે  આરોપી સહદેવસિંહની વાડી પાસે થી નીકળતા આરોપી સહદેવસિંહ ફરીયાદી મયુરસિંહને બોલાવી જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી લોખંડના પાઈપ વડે ફરીયાદી મયુરસિંહને માથાના પાછળના ભાગે તથા ડોકના ભાગે બે ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રોશનબેન ગનીભાઈ પઠાણ, ઉ.વ.૪પ , રે. કાપડમીલની ચાલી  પટેલ મીલની બાજુમાં, જામનગરવાળ એ ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર, મદ્રાસા પાસે, જામનગરમાં ફરીયાદી રોશનબેનનો પુત્ર જાવીદ તથા જાવીદનો મીત્ર સમીર બંન્ને મદ્રેસા પાસે પાન મસાલો ખાવા ગયેલ ત્યારે આરોપી અકરમ હુશેન ઘેડા જે ફરીયાદી રોશનબેનના જમાઈ થતો હોય અને ફરીયાદી રોશનબેનની દિકરી છેલ્લા ત્રણ વર્ષથી રીસામણે હોય જે બાબતે આરોપી અકરમ હુશેન ઘેડા એ ફરીયાદી રોશનબેનના પુત્ર જાવીદ સાથે ઝઘડો કરી ગાળો આપવા લાગેલ અને ફરીયાદી રોશનબેન આવતા તેના જમણા પગમાં એક લોખંડનો પાઈપ મારી ઈજા કરેલ તથા સાહેદ જાવિદને આરોપી જાવિદ હુશેન એ ઢીકાપાટુનો માર મારી ગુનો કરેલ છે.

નવાગામે જુગાર રમતા

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ નવ નંબર વિસ્તાર હનુમાનજીના મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે આ કામના આરોપીઓ સુરેશભાઈ મગનભાઈ રાઠોડ, ધર્મેશભાઈ કનુભાઈ પરમાર, રે. જામનગરવાળએ તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૧૧ર૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દુઃખાવો ઉપડતા આઘેડનું મોત

ધ્રોલ ગામના ખારવા રોડ, ઉમીયા સોસાયટીમાં રહેતા અંકીતભાઈ ગુણવંતભાઈ ઘેટીયા, ઉ.વ.રપ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ગુણવંતભાઈ હીરજીભાઈ ઘેટીયા, ઉ.વ.પ૩, રે. ઉમીયા સોસાયટી, ખારવા રોડ, ધ્રોલ ગામ વાળાએ પોતાના ઘરે વ્હેલી સવારના અચનાક ઉલ્ટી ઉબકા તથા છાતીમાં દુઃખાવો થવા લાગતા રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

ઉંડ નદીના પુલ પાસે બે બોટલ દારૂ સાથે ઝડપાયો : એક ફરાર

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. અશોકસિંહ ઘનશ્યામસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર જતા રોડ ઉપર ઉંડ નદીના પુલ પાસે રોડ ઉપર રમેશભાઈ ઉર્ફે બોસ સવજીભાઈ કાનાણી  તથા રમેશ ઉર્ફે કુકો પરષોતમભાઈ મારકણા એ બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– નો રાખી ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી રમેશ ઉર્ફે કુકો પરષોતમભાઈ મારકણાની અટક બાકી.

હડીયાણા પાટીયા પાસે  ત્રણ બોટલ દારૂ સાથે ઝડપાયો

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. નિલેશ ગોવિંદભાઈ અઘેરા એ ફરીયાદ નોંધાવી છે કે, હડીયાણા ગામના પાટીયા પાસે રોડ ઉપર રમેશ ઉર્ફે કુકો પરષોતમભાઈ મારકણા એ બોટલ નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦/– નો રાખી ઝડપાઈ ગયેલ છે.

(12:59 pm IST)