Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ટંકારાના કલ્યાણપર ગામ નજીકથી ૭ ગાય ભરેલ આઇસર ઝડપાયુ

મોરબી : વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને ગૌ રક્ષક કમાન્ડો સહિતની ટીમને ટંકારાના કલ્યાણપર ગામ નજીકથી આઈસર જીજે ૦૩ બી ડબ્લ્યુ ૩૯૫૯ પસાર થનાર છે અને તેમાં ગાયો નંગ-૭ ક્રુરતા પૂર્વક બાંધીને લઇ જવામાં આવતી હોવાની બાતમીના આધારે આઈસર ગાડીને ગૌ પ્રેમીઓની ટીમે ઝડપી પાડતા તેમાં ગાય નંગ-૭ અને એક વાછરડું ક્રુરતાપૂર્વક બાંધેલ હોય જેથી પોલીસ મથકે લઇ જઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કે બી બોરીચા, બજરંગદાસ પ્રમુખ ચેતનભાઈ પાટડીયા,વૈભવભાઈ પટેલ, ગૌરક્ષક કમાન્ડો ફોર્સ હીતરાજસિંહ, ગૌરક્ષક પાર્થભાઈ પટેલ, અખિલ વિશ્વ ગૌરક્ષક ઇશ્વરભાઇ, મહાકાલ ગ્રુપ વીકે ઝાલા, સંદીપભાઈ ડાંગર, ગૌરક્ષક કિરીટભાઈ, ગૌરક્ષક લાલાભાઇ મકવાણા અને ટંકારા પોલીસ સહિતની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.

(12:58 pm IST)