Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

પોરબંદર અને કુતિયાણામાં ઝાપટાઃ દરિયામાં પવન અને મોજાનું જોરઃ સવારે ધૂપછાંવ

નાની હોડીવાળા માછીમારોને દરિયો નહી ખેડવા ચેતવણી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૭ : ગઇકાલે સવારે અને બપોરે પોરબંદર શહેર તથા કુતિયાણામાં છુટા છવાયા વરસાદના ઝાપટા વરસી ગયા હતાં. આજે સવારે ધૂપછાંવે વાતાવરણ છે. દરિયામાં પવનનું જોર વધતા નાની હોડીવાળા માછીમારોને દરિયો નહી ખેંંડવા પીલાણા (નાની ઘેડી) એસોસીએશન દ્વારા ચેતવણી અપાઇ છે.

પોરબંદર શહેરમાં ગઇકાલે સવારે અને સાંજે તેમજ કુતિયાણામાં સાંજે છુટાછવાયા ઝાપટા વરસી ગયા હતાં. દરિયાના પાણીમાં  કરન્ટ શરૂ થયેલ છે અને કાંઠે દોઢ થી બે મીટર મોજા ઉછળી રહેલ છે.

ગુરૂતમ ઉષ્ણાતામાન ૩પ.ર સે.ગ્રે., લઘુતમ ઉષ્ણાતામાન ર૯.પ સે.ગ્રે., ભેજ ૭૦ ટકા પવનની ગતિ ૧૯ કિ.મી. સુર્યોદય ૬.૮ સુર્યાસ્ત ૭.૩પ મીનીટે

(12:57 pm IST)