Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

પોરબંદર જિલ્લા રાષ્ટ્ર શકિત એકતા મંચના અધ્યક્ષા તરીકે જયોતિબેન મસાણીની નિમણુક

પોરબંદર તા. ૧૭ :.. રાષ્ટ્ર શકિત એકતા મંચ પોરબંદર જિલ્લા અધ્યક્ષા તરીકે જયોતિબેન મસાણીની નિમણુક કરવામાં આવી છે.

રાષ્ટ્ર શકિત મંચના રાષ્ટ્રીય અધ્યક્ષા ઉષાબેન પટેલ તેમજ ગુજરાત પ્રદેશમાં મહાસચિવ હેમંતભાઇ ત્રિવેદી દ્વારા રાષ્ટ્ર શકિત એકતા મંચ સંગઠન મજબુત કરવા અને સેવાકીય પ્રવૃતિને ધ્યાનમાં લઇ શ્રીમતી જયોતિબેન મસાણીની અધ્યક્ષા તરીકે વરણી કરી છે.

રાષ્ટ્ર શકિત એકતા મંચનું સંગઠન ઉભુ કરવા માટે અને જયોતિબેન મસાણીની ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં વર્ષ ર૦૧૦ શહેર સાંસ્કૃતિક કાર્યક્રમ સંગઠન કન્વીનર તરીકે વર્ષ ર૦૧૧ શહેર મંત્રી તરીકે વર્ષ ર૦૧ર રાજય પરીક્ષા બોર્ડ ડાયરેકટર તરીકે તેમજ ઓબ્વર્ઝ વોર્ડ ૯ વિધાનસભા વર્ષ ર૦૧૪-ર૦૧પ પોરબંદર જિલ્લા મંત્રી તરીકે ર૦૧પ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારક તરીકે વર્ષ ર૦૧૭ પોરબંદર વિધાનસભા ઇલેકશન સહઇન્ચાર્જ છાયા વિસ્તાર તરીકે તેમજ સોશિયલ વર્ક એનજીઓ દ્વારા પણ કાર્યભાર સંભાળેલ જેની નોંધ રાષ્ટ્રીય શકિત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષા મેહુલભાઇ દેસાઇની સાથે સાથે ગુજરાત પ્રદેશ મહાસચિવ હેમંતભાઇ ત્રિવેદીએ નોંધપાત્ર લઇ શ્રીમતી જયોતિબેન મસાણીને રાષ્ટ્ર શકિત એકતા મંચ પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

પોરબંદર જિલ્લાની જવાબદારી સંભાળીને જયોતિબેન રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ પ્રદેશ પ્રમુખ મેહુલભાઇ દેસાઇ તેમજ ગુજરાત પ્રદેશ મહાસચિવ હેમંતભાઇ ત્રિવેદીનો આભાર વ્યકત કર્યો હતો.

જયોતિબેન મસાણીએ જણાવેલ કે વર્ષોથી રાષ્ટ્ર શકિત એકતા મંચ પોરબંદર જિલ્લામાં સંગઠનની એક વર્ષની અવધિ પુર્ણા થતા અનેક હોદેદારો હોદા પરથી કાર્યભારમાંથી મુકત થયા છે ત્યારે એવા હોદેદારો જે રાષ્ટ્ર શકિત એકતા મંચમાં સેવાકીય પ્રવૃતિમાં જોડાવા ઇચ્છતા હોય તો સંગઠનને મજબૂત બનાવવા અને સેવાકીય પ્રવૃતિમાં જોડાઇ શકે છે. આગામી દિવસોમાં રાષ્ટ્રીય શકિત એકતા મંચના જિલ્લા અધ્યક્ષ  જયોતિબેન મસાણી જિલ્લામાં સેવાકીય કર્યો આગળ વધારવા અલગ-અલગ જવાબદારી પર હોદેદારોને નિમણુક કરશે.

(12:56 pm IST)