Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

પરેશભાઇ ધાનાણીને સાવરકુંડલાના પોલીસે અટકાવ્યા બાદ રાજુલા જવા દીધા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૧૭  વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી આજે રાજુલા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરના આંદોલનને સમર્થન આપવા જઇ રહ્યા હતા.

ત્યારે આજે પોલીસે તેને સાવરકુંડલા ખાતે થોડી વાર માટે અટકાવ્યા હતા.

આ અંગે અમરેલી પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા સાવરકુંડલા પોલીસને જાણ કરવામાં આવતા સાવરકુંલાના રિધ્ધી ચોક ખાતે ૩પ જેટલા પોલીસ કર્મચારીએ તને ઘેરી વળ્યા હતા અને અટકાવ્યા બાદ પુછપરછ હાથ ધરી હતી. અને પરેશભાઇ ધાનાણીએ કોઇની સાથે વાતચીત કરાવતા સાવરકુંડલા પી.આઇ.એ. વિગતો લઇને તેમને જવા દીધા હતા. જયારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપભાઇ ખુમાણ પણ સાવરકુંડલાથી રાજુલા ગયા છે.

(12:55 pm IST)