Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ભાડલા પોલીસના જુગારના બે દરોડાઃ ૧પ પતા પ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા

બરવાળા ગામે રૂરલ એલસીબીએ રેઇડ કરી ૭ જુગારીયાઓને ઝડપી લીધા

રાજકોટ, તા., ૧૭: ભાડલા પોલીસે ભાડલા પંથકમાં જુગારના બે દરોડા પાડી ૧પ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા. જયારે રૂરલ ક્રાઇમ બ્રાંચે બરવાળા ગામે રેઇડ કરી ૭ જુગારીયાઓને દબોચી લીધા હતા.

જીલ્લામાં જુગારની બદી નાબુદ કરવા રૂરલ એસપી બલરામ મીણાની સુચના અન્વયે  ભાડલાના પીએસઆઇ એચ.ડી.હિંંગરોજા, હેડ કો. અશ્વીન માલકીયા તથા પો.કો. મહાવીરભાઇ બોરીચા સહીતના સ્ટાફે ભાડલા ગામ તથા ભાડલા ગામની સીમમાં બે સ્થળે જુગારના દરોડા પાડી જુગાર રમતા ૧પ શખ્સોને રોકડા રૂ. ૧૯૭૮૦ તથા ત્રણ બાઇક મળી કુલ રૂ. ૭૯,૭૮૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં વલ્લભ ગાંડુભાઇ કોળી, રવી તેજાભાઇ કોબીયા, ભરત વલ્લભભાઇ કોબીયા, વિક્રમ વિનુભાઇ કોબીયા, સંજય વલ્લભભાઇ કોબીયા, શિવરાજ વલ્લભભાઇ ઓતરીદી, મનસુખ બીજલભાઇ નાગાણી, જયરાજ ભુપતભાઇ ઓતરાદી, રસીક વલ્લભભાઇ ઓતરાદી, જયરાજ દેહાભાઇ નાગાણી, મનસુખ વેલાભાઇ કોબીયા તથા કલ્પેશ વલ્લભભાઇ કોબીયા રે. તમામ વેરાવળ (ભાડલા) તા. જસદણ, અરવિંદ છનાભાઇ પરમાર રે. રાણીંગપર, વિહાભાઇ બીજલભાઇ, રાણેસરા તથા રમેશ ગગજીભાઇ રાણેસરા, રે. નાના કંથારીયા (ઝુંપડા) તા. ચોટીલાનો સમાવેશ થાય છે. તેમજ ભાડલાના બરવાળા ગામની સીમમાં સરકારી છેલામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાંચના પો.કો. પ્રણયભાઇ સાવરીયા સહીતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ભુપત ખીમાભાઇ ગાળુ, રાજેશ નાનાભાઇ કુકડીયા, જગદીશ નાથાભાઇ ચાવડા, નિતેષ રાઘવભાઇ સાકરીયા, જેન્તી કુકાભાઇ કુકડીયા, વિનુ જગદીશભાઇ નાગડકીયા તથા જેન્તી દેવશીભાઇ કુકડીયાને રોકડા રૂ. ૩ર,૩૧૦ અને ૭ મોબાઇલ મળી કુલ પ૬,૩ર૦ના મુદામાલ સાથે પકડી પાડી ભાડલા પોલીસના હવાલે કર્યા હતા.

(12:55 pm IST)