Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કેશોદની બજારમાં કચ્છની કેસર કેરીની આવક

(સંજય દેવાણી દ્વારા) કેશોદ  : માર્કેટીંગ યાર્ડમાં ગિરની કેસર કેરીની આવક બંધ થતા હવે કચ્છની કેસર કેરીની આવક શરૂ થયેલ છે. કેશોદની બજારમાં કચ્છની કેસર કેરીની વધુ પ્રમાણમાં આવક જોવા મળી રહેલ છે. ત્યારે આવક વધુ થતા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહેલ છે. કેસર કેરીના ૧પ૦૦ થી વધુ બોકસની આવક જોવા મળી રહેલ છે. ઉલ્લેખનીય છે કે માર્કેટીંગ યાર્ડમાં ગીરની કેસર કેરીની આવક બંધ થતા અત્રે  કચ્છની કેસર કેરીની આવક શરૂ થતા પ કિલોના બોક્ષનાં ચારસોથી પાંચસો રૂપિયાની કિંમતે વેચાણ થઇ રહ્યું છે. એટલે કે કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ગિરની કેસર કેરી કરતા પણ કચ્છની કેસર કેરીના ઉંચા ભાવ મળતા કચ્છી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયેલ છે.

(12:54 pm IST)