Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

જૂનાગઢના બિલખામાં પૂ.ગોપાલાનંદજી બાપુની પ્રતિમાની સ્થાપના

પરસોતમભાઇ રૂપાલા સહિતનાની ઉપસ્થિતી

(વિનુ જોશી-યાસીન બ્લોચ દ્વારા) જૂનાગઢ-વિસાવદર : સ્મરણીય બ્રહ્મલીન ગોપાલાનંદજી પૂર્વ સાધુ સમાજના પ્રમુખ પંચઅગ્નિ અખાડાના સભાપતિ રાવતેશ્વર ધર્માભય બીલખાની પ્રતિમાની સ્થાપના બિલખા ગામના ગ્રામજનો સંતો મહંતો ઉપસ્થિતીમાં કરાઇ હતી.

આ તકે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલની ઉપસ્થિતીમાં બિલખા રેલ્વે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધીના નવનિર્મીત માર્ગનું નામ પૂજય ગોપાલાનંદજી બાપુ માગ્ર્ નામથી નામકરણ કર્યુ હતુ. પૂ.મુકતાનંદજીબાપુનો સમાજ માટેનો સેવાયજ્ઞ ચાલુ છે તેમજ બાપુએ કોરોના મહામારીમાં તાલુકાના ગામડાઓમાં ગામના ગલીયોમાં સેનેટાઇઝ કરવા ગામ સ્વચ્છતા અભિયાન ચલાવવુ. વાવાઝોડામાં નુકશાન થયેલા માલધારીને બાપુએ સેવાની કામગીરી ચાલુ કરી તમામ લોકોને પતરા ચાપરા અને નેસડા ફરી ઉભા કરવા રૂ.૧.રપ કરોડના પતરા તમામ નેસડાઓમાં વિતરણ કરાયા હતા.

તેના ભાગરૂપે કેન્દ્રીયમંત્રી પરસોતમભાઇ રૂપાલા અને પુ.બાપુ સંતો મહંતો અધિકારીઓની ઉપસ્થિતિમાં ખાંભડા નેશ ખાતે પતરા આપવાનુ કાર્ય કર્યુ હતુ. આ પ્રસંગે રાજભાઇ ગઢવી પણ હાજર હતા. વિસાવદર પ્રાંત અધિકારી ડી.વી.વાળા, આર.એફ.ઓ. જાડેજા તેમજ માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)