Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

લોધિકાના રાતૈયા ગામે ૪૪ હજારના દારૂ સાથે ૩ ઝડપાયા

રાજકોટના બે શખ્સોમાંથી એક ફરાર

રાજકોટ,તા. ૧૭: લોધીકા પો.સ્ટે. વિસ્તારના રાતૈયા ગામની સીમમાં આવેલ શૈલેષભાઇ ઉર્ફે મહાદેવ મકવાણાની વાડીની ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરે છે જે હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ -૮૫ કિં. રૂ.૪૪,૮૦૦ તથા વાહનો તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૨,૦૦,૩૦૦ના મુદ્દામાલ સાથે (૧)શૈલેષભાઇ ઉર્ફે મહાદેવ સુખાભાઇ મકવાણા કોળી (ઉવ.૩૯) ધંધો -મજુરી રહે .હાલ -મેટોડા જી.આઇ.ડી.સી. ગોહીલ રાજ પેટ્રોલ પંપ પાછળ શ્રીનાથજી પાર્ક સોસાયટી મહાદેવના મંદિર પાસે મુળ ગામ. રાતૈયા (૨) અશોકભાઇ સુખાભાઇ સીપરીયા કોળી ઉવ.૩૪ ધંધો મંજુરી રહે રાતૈયા. (૩) જયદીપ ઉર્ફે લાલો પ્રતાપભાઇ નીમાવત બાવાજી ઉવ.૨૮ ધંધો-મજુરી રહે. રાજકોટ ભગવતીપરા શેરીનં. ૮ને ઝડપી લીધા હતા. જ્યારે અનીલસિંહ ઠાકુર રહે. રાજકોટ ફરાર થઇ ગયો હતો.

પકડાયેલ મુદ્દામાલ (૧) જુદી જુદી બ્રાન્ડની પર પ્રાતીય ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ -૮૫ કિં.રૂ. ૪૪,૮૦૦ (૨) ફોરવ્હીલ કાર કિં. રૂ. ૧,૦૦,૦૦૦ (૩) સા. નંગ કિં.રૂ. ૪૦,૦૦૦ તથા મોબાઇલ નંગ -૪ કિં. રૂ. ૧૫,૫૦૦ મળી કુલ કિંમત રૂ.૨,૦૦,૩૦૦નો છે.

આ કામગીરી લોધીકા પો.સબ.ઇન્સ. એચ.એમ.ધાધલ પો.સ.ઇ. કે.એ.જાડેજા તથા પો.હેડ કોન્સ. ગીરીશભાઇ મકવાણા તથા પો.હેડ કોન્સ. મનેશભાઇ જોગરાદીયા તથા પો.કોન્સ. લગધીરસિંહ જાડેજા તથા ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા તથા પો.કોન્સ. શિવભદ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ. જયરાજભાઇ સોનારા તથા પો.કોન્સ. મહીદીપસિંહ જાડેજા તથા પો.કોન્સ. વનરાજભાઇ બાવળીયા દ્વારા કરવામાં આવેલ છે.

(11:39 am IST)