Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કચ્છના નખત્રાણામાં વાતાનુ કૂલિત મોડેલ સબ રજીસ્ટ્રાર કચેરી કાર્યરત

દસ્તાવેજ માટે આવનાર અરજદારો માટે અદ્યતન સુવિધાઓ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : કચ્છમાં નખત્રાણા મધ્યે સબ રજીસ્ટ્રાર કચેરીનું રીનોવેશન કરી તેને મોડેલ કચેરી બનાવવાઈ છે.માર્ગ અને મકાન વિભાગ દ્વારા જૂની સબ રજીસ્ટ્રાર કચેરીનું રીનોવેશન કરાયા બાદ આ નવી મોડેલ કચેરીનો ગઈકાલ તા.૧૬/૬ થી પ્રારંભ કરાયો છે.

આ નવી કચેરીના ઉદ્દઘાટન પ્રસંગે પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરા, સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર કલ્પેશ કોરડીયા, નખત્રાણા મામલતદાર વી.કે.સોલંકી અને નોંધણી નિરીક્ષક જે.એસ.જોશી ઉપસ્થિત રહ્યા હતા.

નવી મોડેલ કચેરીમાં સબ રજીસ્ટ્રાર, કલાર્ક, ઓપરેટર તથા અરજદારો માટે અધતન વાતાનુકુલ બેઠક વ્યવસ્થા તથા અન્ય જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે. નવી કચેરી જૂની કચેરી કરતાં વધુ મોટી અને વિસ્તૃત હોઈ દસ્તાવેજની નોંધણીની કામગીરી સુચારૂ રીતે થઇ શકશે. કચ્છની આ પ્રથમ મોડેલ રજિસ્ટ્રાર કચેરી છે.

(11:29 am IST)