Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મીઠાપુર પાસેના સુરજકરાડી હાઇ-વે ઉપર અકસ્માતમાં આશાસ્પદ યુવકના મોતથી અરેરાટી

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર,તા. ૧૭ : મીઠાપુર નજીક આવેલા સુરજકરાડીના હાઇવે રોડ પર એક અકસ્માતનો બનાવ સાંજે બની ગયો હતો. બનાવની જાણવા મળતી વિગતો મુજબ ડમ્પર નંબર જીજે ૧૦ટી૮૯૬૮ માં એક વાઘેર યુવક આવી જતા આ તરવરીયા યુવાનનું અકાળે મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતા મીઠાપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતકને પી.એમ માટે લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(10:18 am IST)