Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પાલિતાણાના વડીયા ગામે લૂંટ કેસમાં ત્રણ સગાભાઈ સહિત પાંચ આરોપીઓને ૧૦ વર્ષની કેદસજા ફટકારાઇ

 

પાલિતાણાના વડીયા ગામે લૂંટ કેસમાં ત્રણ સગાભાઈ સહિત પાંચ આરોપીઓને ૧૦ વર્ષની કેદસજા ફટકારાઇછે  ત્રણેક વર્ષ પુર્વે પાલિતાણા તાલુકાના વડીયા ગામની સીમમાં  રહેણાંકી મકાનમાં પાંચ જેટલા બુકાનીધારી શખ્સોએ દંપતિને ધાક ધમકી આપી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂા. ર૩,૦૦૦ના મુદ્દામાલની લૂંટ ચલાવી દંપતિને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી છૂટયા હતાં

  . અંગેની જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અંગેનો કેસ આજરોજ ભાવનગરના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલિલો, આધાર પુરાવા સાક્ષીઓ વિગેરે તપાસી પાંચેય આરોપીઓને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂા. પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

બનાવની  વિગતો મુજબ રાજુ ડાયાભાઈ વાઘેલા (..ર૩), રાણાભાઈ નાજાભાઈ વાઘેલા (..૪ર), મોહનભાઈ બાકુભાઈ વાઘેલા (..૩૦), મુકેશ ઉર્ફે મુકો ભાકુભાઈ વાઘેલા (..ર૮), ભુપત ઉર્ફે ભુપતો ભાકુભાઈ વાઘેલા (..૩પ) નામના પાંચેય શખ્સો ગત તા. ર૬--ર૦૧૬ના રોજ મોઢે બુકાની બાંધીને પાલિતાણા તાલુકાના વડીયા ગામની સીમમાં રમેશ કરશનભાઈ ચૌહાણ (..૩૧)ના રહેણાંકીય મકાને ત્રાટકયા હતાં જયાં બહાર ફળીયામાં બહાર ખુલ્લામાં સુતા હતા ત્યો પાંચેય બુકાનીધારીઓે કહેલ તું અહીં છોકરી ભગાડી લાવ્યો છે તે કયાં સંતાડી છે તેમ કહી બાજુની ઓરડી ખોલાવતા રમેશભાઈના પત્નિ વિશાલબેન અને બાળકો સુતા હતા ત્યારે બુકાનીધારી શખ્સોએ એક સંપ કરીને ધાક ધમકી આપી વિશાલ બેનની બુટ્ટી, ઓમકાર, મોબાઈલ, સાયકલ, રોકડ મળી ર૩ હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી ઓરડીમાં પુરી દઈ બહારથી તાળુ મારી ધમકી આપી નાસી છુટયા હતાં.

બનાવ અંગે જે-તે સમયે રમેશ કરશનભાઈ ચૌહાણ પાલિતાણા ટાઉન પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પાંચેયની ધરપકડ કરી હતી. અંગેનો કેસ આજરોજ ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલભાઈ દેવમુરારીની દલિલો, આધાર, પુરાવા, સાક્ષી વિગેરે તપાસી પાંચેય આરોપીઓને કસુરવાર ઠેરવી જુદી-જુદી કલમો હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદ અને રોકડ પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

(1:10 am IST)