Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સાયલાના નાગડકામાં ર જુથ વચ્ચે અથડામણ : ફાયરીંગમાં યુવકને ઇજા

 વઢવાણ, તા. ૧૭ : સાયલાના નાગડકા ગામે રવિવારે સાંજના સમયે ફાયરીંગની દ્યટનામાં એક વ્યકિતને ગંભીર ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. દ્યટનાને ગામમાં કફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. જયારે પોલીસને આ દ્યટના અંગે જાણ થતાં પીએસઆઇ સહી તનો પોલીસ કાફલો નાગડકા ગામે દોડી જઇએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સાયલાના નાગડકા ગામે ફાયરીંગની દ્યટના બની હોવાના પ્રાથમિક અહેવાલ સાયલા પોલીસને મળતા પી.એસ.આઇ એમ.બી.ચૌધરીને મળતા પોલીસ કમી સાથે દ્યટના સ્થળે દોડી ગયા હતા આ બાબતે મળતી માનીતી મુજબ એક વ્યકિતને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હોવાનું પણ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળે છે. નાગડકા ગામે વધુ કોઇ વધુ અનિચ્છનીય બનાવ ન બંને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. અને કોણે ફાયરિંગ કર્યું, ઇજાગ્રસ્ત થયેલા યુવાન કોણ છે, શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:27 pm IST)