Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

જામનગરમાં નાઇટ રાઉન્ડમાં ગેરહાજર પોલીસ કર્મચારી સસ્પેન્ડ

જામનગર, તા., ૧૭: પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંઘલ નાઓ તા.૧૪-૧પ-૬-ર૦૧૯ના ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડમાં પોલીસની ફરજના પોઇન્ટો ચેક કરવા માટે નિકળેલ હતા અને જામનગર શહેરમાં અલગ-અલગ નાઇટના પોઇન્ટ તેમજ ચેક પોસ્ટ ચેક કરવામાં આવેલ હતી જે દરમયાન ગુલાબનગર ચેક પોસ્ટ ઉપર પોલીસ કર્મચારી અશ્વીનભાઇ દાનાભાઇ સુર પોતાની ફરજ ઉપર ગેરહાજર જણાઇ આવતા તેઓની ફરજ ઉપરની ગેરહાજરી અંગે કડક કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ કરવા હુકમ કરવામાં આવેલ છે.

પોલીસ અધિક્ષકશ્રી તરફથી ખાનગી વાહનમાં અવાર નવાર નાઇટમાં નિકળી નાઇટ ફરજ ઉપરના માણસોને ચેક કરવામાં આવશે અને જેઓ પોતાના પોઇન્ટ ફરજ ઉપર ગેરહાજર જણાઇ આવ્યે કડક કાર્યવાહી  કરવામાં આવશે.

(3:26 pm IST)