Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ગોંડલના અપહરણ- બળાત્કારના ગુન્હામાં વોન્ટેડ મહિલા પકડાઇ

પ વર્ષથી વોન્ટેડ રત્ના ઉર્ફે ફરજાના બાવીસીને રૂરલ પેરોલ સ્કોવોર્ડે દબોચી લીધી

રાજકોટ તા ૧૭  : ગોંડલના અપહરણ અનેબળાત્કારના ગુન્હામાં પ વર્ષથી વોન્ટેડ મહિલાને રૂરલ પેરોલ ફલો સ્કવોર્ડે દબોચી લીધી હતી.

જિલ્લા પોલીસ વડા બલરામમીણા દ્વારા જિલ્લાના વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ તથા જામીન મંજુર કરાવી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે પો.સ.ઇ. એન.વી. હરીયાણી, પેરોલ ફલો સ્કોડ, રાજકોટ ગ્રામ્યનાઓ સાથે એ.એસ.આઇ. મહમદરફીકભાઇ ચોૈહાણ, પ્રભાતસિંહ, હે.કો. પ્રભાતસિંહ પરમાર, યુએચસી. કરશનભાઇ કલોતરા, યુ.પી.સી. રવિરાજસિંહ વાળા, પો.કો. સંજયસિંહ સરવૈયા, એ.પી.સી. વિનયભાઇ રાજપુત યુ.પી.સી. તથા ભાવેશભાઇ મકવાણા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં ગોંડલ શહેર ખાતે હતા, તે દરમિયાન સાથેના પો.કોન્સ. રવિરાજસિંહ વાાળાનાઓની બાતમીના આધારે ગોંડલ સીટી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૧૮/૨૦૧૪ આઇપીસી કલમ ૩૬૩,૩૬૬,૩૭૬, ૩૭૦, વિ. મુજબના ગુનાના કામે નાસતી ફરતી મહીલા આરોપણ નામે રત્ના ઉર્ફે ફરજાના અશોકભાઇ બાવીસી રહે. વડોદરા તાલુકો કરજણ તેમજ અમરેલી જીલ્લાનું મોટા આકડીયા ગામ, મુળ રહે. લાલ બજાર કોલકાતા પશ્ચિમ બંગાળ વાળી તપાસ દરમિયાન ગોંડલ ખાતેથી મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી, ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોંપેલ છે.

(3:22 pm IST)