Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ચોટીલાના નાનીયાણી ગામમાં જુગારની રેડ પાડવા ગયેલ પોલીસને માર પડતા ચકચાર

વઢવાણ તા.૧૭: ચોટીલા તાલુકાના નાનીયાણી ગામમાં ચોટીલા પોલીસ સ્‍ટેશનના જમાદાર દેવાભાઇ ખીમાભાઇ રબારી, પોલીસ કોન્‍સ્‍ટેબલ રાજેશભાઇ તથા દિપકભાઇ વગેરે નાનીયાણી ગામમાં જુગારની રેડ કરવા ગયેલ ત્‍યારે પોલીસ કાયદેસરની કાર્યવાહીના કરી શકે તે માટે જુગાર રમી રહેલા શખ્‍સો એ એકદમ ઉશ્‍કેરાઇ જઇને લાકડી તથા પાઇપ વડે માર મારેલ જ્‍યારે પોલીસ કર્મી રાજેશભાઇ તથા દિપકભાઇને પણ ગાળો આપી હતી.

આ બનાવથી સમગ્ર ચોટીલા પંથકમાં ચકચાર મચી ગઇ છે.

આ અંગે ચોટીલામાં જમાદારગ તરીકે ફરજ બજાવતા દેવાભાઇ રબારીએ ફરજમાં રૂકાવટ કરવા સહિત માર મારવા અંગે નાનીયાણી ગામના રણછોડભાઇ લધુભાઇ કટાસણીયા, લઘુભાઇ સવાભાઇ કટાસણીયા, ભુપતભાઇ લઘુભાઇ કટાસણીયા, રઘુભાઇ લવજીભાઇ ગોરાણીયા, દશરથભાઇ લઘુભાઇ કટાસણીયા, જગાભાઇ મગનભાઇ કટાસણીયા જોરાભાઇ મગનભાઇ કટાસણીયા તથા મોટા હરણીયાના જગાભાઇ હમીરભાઇ કંબોયા, રાયધનભાઇ કંબોયા અને સામતભાઇ લઘરાભાઇના ભાણેજ સાયલા ના વનાભાઇ સામે લાકડી, પાઇપ વતી માર મારવાના અને બાઇકને નુકશાન પહોંચાડવા અંગે ગુનોં દાખલ કરાવ્‍યો હતો.

ચોટીલા તથા થાનગઢ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્‍યવસ્‍થા કથળી ગયાની ફરીયાદ ઉઠી છે અને ઠેકઠેકાણે દેશી વિદેશી દારૂ,છાનાખુણે ધમધમતા જુગારના હાટડા, ક્રિકેટના વર્લ્‍ડ કપ ઉપર રમાઇ રહેલો સટ્ટો સહિત ચોટીલામાં ઠેકઠેકાણે બેફામ દબાણ અને ટ્રાફિક સમસ્‍યા સહિત અસામાજીક તત્‍વો બેફામ બન્‍યા છે ત્‍યારે ચોટીલા પોલીસમાં બદલી થવી પણ ખાસ જરૂરી છે તેવો સુર ચોટીલા ની પ્રજામાં જાગ્‍યો છે.(

(2:03 pm IST)