Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ખંભાળિયામાં ખાનગી તબિબોની હડતાલના પગલે ઓપીડી બંધઃ દર્દીઓએ સિવિલમાં 'દર્દ'ઠાલવ્યુ

૧૫ થી વધુ ખાનગી હોસ્પિટલોના તબિબોએ હડતાલ પાડી માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખી

 ખંભાળિયા તા.૧૭: પશ્ચીમ બંગાળમાં તબિબ પર થયેલા હુમલાના પગલે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા એક દિવસ માટે મેડીકલ પ્રેકટીશ બંધ પાડી માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખી વિરોધ્ધ નોંધાવ્યો હતો.

જેના પગલે ખંભાળિયા તબિબ એસોસીએશને સમર્થન આપી ગત રોજ શહેરના જોધપુર ગેઇટથી નગર ગેઇટ સુધી રેલી યોજી ઘટનાને વખોડી હતી અને તબિબોના રક્ષણ માટે સરકાર દ્વારા કાયદો ઘડવાની માગ કરી હતી. જયારે આજે બિજા દિવસે આવતી કાલ તા.૧૮ના સવારે ૬ વાગ્યા સુધી (૨૪ કલાક) મેડીકલ પ્રેકટીશ ઓપીડી સારવાર બંધ પાડી માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

ખાનગી હોસ્પીટલોમાં હડતાલના પગલે પ્રાથમિક સારવાર બંધ રહેવાથી જિલ્લાભરમાંથી આવતા દર્દીઓનો સિવિલ હોસ્પીટલમાં ઘસારો જોવા મળ્યો હતો.

(1:52 pm IST)