Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિમલ નથવાણી ભાવવિભોર : જૂની યાદો તાજી કરી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસીડેન્ટ અને રાજયસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીએ ગઇરાત્રે ટવીટ કરી ર૦૧રમાં અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડીયમ ખાતે રમાયેલ ભારત-પાકિસ્તાન મેચની તસ્વીરો સાથે યાદ તાજી કરી હતી. પાકિસ્તાન સામે વર્લ્ડ કપ મેચના વિજયના પગલે પરિમલભાઇએ ટીમ ઇન્ડિયાને અભિનંદન આપતા જણાવેલ કે ર૦૧રમાં હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહપ્રધાન શ્રી અમિતભાઇ શાહ સાથે મેં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ માણ્યો હતો તેની યાદી તાજી થઇ આવી છે.

(1:51 pm IST)