Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

કચ્છમાં સાંજ સુધીમાં 'વાયુ' ટકરાવવાની સંભાવના

ભુજઃ ઓમાન તરફથી કચ્છમાં પરત ફરેલા વાયુ વાવાઝોડાના કારણે રાજયભરમાં વાદળછાંયુ વાતાવરણ થઇ ગયું છે. કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજ સવારથી વરસાદ શરૂ થઇ ગયો છે. ગઇકાલે કચ્છભરમાં પવન સાથે ધુળની ડમરીઓ ઉડતા વાતાવરણ ડહોળાયુ હતું. આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની પણ આગાહી કરાઇ છે.

(1:51 pm IST)