Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

જામનગરમાં ક્રિકેટના ડબ્બાનો જુગાર ઝડપાયો : મુદામાલ જપ્ત

 જામનગર તા ૧૭  :  પોલીસ અધિક્ષક શરદ સિંઘલની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એ.પી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેકટર એસ.એચ રાઠવાના માર્ગદર્શન મુજબ સીટી 'એ' પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસો, પો.સબ ઇન્સ. એમ.વી. મોઢાવાડીયા સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. કોન્સ. યોગરાજસિંહ રાણા તથા મહાવીરસીંહ જાડેજા તથા આફતાબભાઇ સફીયા ને ખાનગી રાહે મળેલ ચોક્કસ હકીકત આધારે રણજીતસાગર રોડ, વસંતવાટીકા સોસાયટી સામે વરૂડી પાનની દુકાન પાસે જામનગર, ઉભો રહી એક ઇસમ ઇંગ્લેન્ડમાં ચાલતા ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટના ઓસ્ટ્રેલીયા તથા શ્રીલંકા રમાતા વન ડે મેચનું લાઇવ પ્રસારણ નીહાળી મોબાઇલ ફોન પર રન ફેર હારજીતના દાવ લગાડી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી ગુગારરમે છે તેવી હકીકત આધારે જગ્યાએ રેડ કરતા રાહુલ પ્રહલાદભાઇ ખેપટવાલ જાતે સીંધી લોહાણા, ઉ.વ. ૨૫, રહે. વસંત વાટીકા, શેરી નં.૮, રણજીતસાગર રોડ, જામનગર વાળો દુકાનમાં આવેલ ટીવી માં સ્ટાર સ્પોર્ટ વન ચેનલમાં ભારતમાં ચાલતા ઇંગ્લેન્ડમાં ચાલતાક્રિકેઠ વર્લ્ડ કપ ટુર્નામેન્ટના ઓસ્ટ્રેલીયા તથા શ્રીલંકા વચ્ચે રમાતા વન ડે મેચનું પ્રસારણ નીહાળી પોતાના મોબાઇલ ઉપરથી ફોન કરી મેચના રન ફેર તથા હાર જીતનો સોદો પાડી જુગાર રમી, રમતા મળી આવેલ, તેમજ મજકુર પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂા ૨૦૦૦/- તથા રોકડા રૂા ૧૦૪૦૦/- મળી કુલ રૂા ૧૨૪૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડેલ, તેમજ સદર રનફેરના સોાદાઓ મો.નં. ૯૯૭૮૨ ૭૦૭૦૯ વાળા પાસે કરાવતો હોય તેની તપાસ હાથ ધરેલ છે.

આ કમગીરીમાં પોલીસ ઈન્સ. એસ.એચ. રાઠવા, પો.સબ ઇન્સ. એમ.વી. મોઢવાડીયા, પો.હેડ કોન્સ. એમ.જે.રાણા તથા એન.કે ઝાલા તથા આર.જે. જાડેજા, તથા પો.કોન્સ. યોગરાજસિંહા પ્રવિણસિંહ રાણા,તથા શીવભદ્રસિંહ મહોબતસિંહ જાડોજા, તથા આફતાબભાઇહુશેનભાઇ સફીયા તથા ગોૈતમભાઇ પ્રેમજીભાઇ મકવાણા તથા ફીરોજભાઇ ગુલમામદભાઇ ખફી, તથા મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:50 pm IST)