Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

જામનગર : પાક વિમા અંગે સરકાર અને વીમા કંપનીના મોૈન સામે ખેડુતોની મુશ્કેલી વધી

જામનગર તાન ૧૭  :  ખેડુત સમુદાયના પાક વીમા અંગે સરકાર અને વીમા કંપનીનું અકળ મોૈન : અને સરકાર અને વીમા કંપનીની ખેડુતોના વીમા કલેઇમ અંગે ગુંઢતા વાળી નીતીમાં સરકાર સ્પષ્ટતા કરે તેવી માગણી ડીસ્ટી. કો.ઓ. લી. ના મેનેજીંગ ડીરેકટર જીવણભાઇએ માગણી કરી છે.

પ્રધાનમંત્રી  ફસલ વીમા યોજના ખેડુતો માટે ફરજીયાત કરવામાં આવેલ છે અને સરકારશ્રી હસ્તકની ચોક્કસ નામની વીમા કંપનીઓને વીમાનું પ્રીમીયમ આપવામાં આવે છે. અગાઉના સમયમાં પણ સરકાર હસ્તકની વીમા કંપનીઓને પ્રીમયમ ભરવામા આવતું હતું, અને ખેેડુતોને ધોરણસર વીમા  કલેઇમની પુરેપુરી રકમ આપીને વીમો ચુકવવામાં આવતો હતો. હાલની યોજના પ્રમાણે ખેડુત તરફથી ટકાવારી પ્રમાણે કપાસે પાક માટે નીયત દર પ્રમાણે વીમા પ્રીમયમની રકમ પાક ધીરાણ ઉપર લેવામાં આવેલ છે. માત્ર જામનગર ડી.કો.ઓ.બેંક લી., ખેડુત સભાસદો પાસેથી/ સભાસદો વતી અંદાજીત રૂા ૪૯ કરોડ જેવું વીમા પ્રીમયમ સરકારશ્રીના ફરજીયાત વલણને કારણે ખરીફ ૨૦૧૮-૧૯ ના વર્ષ માટે વીમા કંપનીને ચુકવવામાં આવ્યું હતુ, જેની સામે જામનગર ડી.કો.ઓ.બેંક લી. ના સભાસદોને માત્ર ૨૯.૯૨ કરોડનો જ વીમો ચુકવાયેલ છે. માત્ર પ્રીમીયમ સાથે સરખાવીએ તો  પણ વીમા કંપનીને '' તોતીંગ'' નફો થયો. વીમા કંપનીએ વીમા કલેઇમની પુરતી રકમ ન આપીને પુષ્કળ નફો કરેલ છે, પરંતુ જયારે ખેડુત સભ્યોને પાક નીષ્ફળ જતા કે, ઓછી ટકાવારીને ઉપજ થતાં વીમા કલેઇમની રકમ ચુકવવા ટાણે વીમા કંપની અનેક પ્રકારની યુકતી પ્રયુકતી ઉભી કરીને વીમાની કલેઇમની રકમ ઘણાં જ ઓછા પ્રમાણમાં ચુકવે છે, તેવુ ચીત્ર ઉપસી આવે છે. આ હાલના તબક્કે પરીસ્થીતીઓ જોતાં આ વીમા કલેઇમની રકમ બાબતે સરકાર સ્પષ્ટતા કરે તેવુ ખેડુત સમુદાયની લાગણી છે તેમ બેન્કના જીવણભાઇ કુભરવડીયાએ જણાવેલ છે.

(1:49 pm IST)