Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર મંત્રી તરીકે કમલભાઇ

 મોરબી, તા. ૧૭ : બજરંગ દળના પ્રમુખ તરીકે કાર્યરત કમલભાઈ અશોકભાઈ દવેની તાજેતરમાં વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે જીલ્લા કારોબારી બેઠક દરમિયાન જીલ્લા અધ્યક્ષ દિગુભા અને જીલ્લા મંત્રી હસુભાઈ ગઢવી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કમલભાઈ દવેની વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર મંત્રી તરીકે વરણીની સત્ત્।ાવાર જાહેરાત કરવામાં આવી છે બજરંગ દળના પ્રમુખ તરીકે કામગીરી કરનાર કમલભાઈ હવે વિશ્વ હિંદુ પરિષદમાં શહેર મંત્રી તરીકેની જવાબદારીનું વહન કરશે તેમની વરણીને પગલે વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો, બજરંગ દળના કાર્યકરો, મિત્રો સહિતના તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(1:47 pm IST)