Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

મોરબીમાં ૧૬૦ વેપારીઓએ રાત્રીના ૨ સુધી દુકાનો ખુલ્લી રાખવા મંજુરી અપાઇ

મોરબી, તા.૧૭: રાજય સરકાર દ્વારા મેટ્રો શહેર અને હાઈવે પર ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખવા તેમજ પાલિકા વિસ્તારમાં રાત્રીના ૨ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી આપ્યા બાદ મોરબીમાં ૧૬૦ વેપારીઓને મંજુરી આપવામાં આવી છે.

રાજય સરકારના શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટને મંજુરી આપ્યા બાદ મોરબીમાં વેપારીઓને નગરપાલિકા હદ વિસ્તારમાં રાત્રીના ૨ વાગ્યા સુધી દુકાનો, હોટેલ ખુલ્લી રાખવા માટેની પરવાનગી આપવા ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૨૨૫ થી વધુ અરજીઓ આવી હોય અને કાર્યક્રમમાં ઉપસ્થિત ૧૬૦ વેપારીઓને મંજુરી આપી દેવામાં આવી છે તેમજ અન્ય અરજી કરેલ વેપારીઓ ઉપસ્થિત ના હોય જેથી મંજુરી કાર્યવાહી સ્થગિત રહી છે તેમજ તેને પણ સમયસર મંજુરી આપી દેવામાં આવશે.

પાલિકા દ્વારા આયોજિત વેપારી નોંધણી અને મંજુરી માટેના ખાસ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, શોપ ઇન્સ્પેકટર આનંદભાઈ દવે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:44 pm IST)