Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સુત્રાપાડાના લોઢવા ગામે NDRF ટીમ દ્વારા અવેરનેશ કાર્યક્રમ યોજાયો

પ્રભાસપાટણ તા. ૧૭: સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા અવરનેશ કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયેલ.

ભારતમા એન.ડી.આર.એફ.ની ૧૨ બટાલીયનો જુદા જુદા રાજયોમાં  કાર્યરત છે પુના ખાતેની બટાલિયન કમાન્ડર સચિન અલવડેના માર્ગદર્શન હેઠળ ટીમ કમાન્ડર દધન નિવારી અને ટીમે વાવાઝોડુ આવવાનુ હોય ત્યારે  પાકા મકાનમા ખસી જવુ, બીજ પોલ પાસે  ઉભુ ન રહેવું અને સતત  સમાચારો દ્વારા જાણકારી મેળવતી રહેવી વરસાદના પુરમાં નદીના પટમા અવર જવર ન કરવી, પશુઓને સલામત સ્થળે ખસેડવા, ધરતીકંપ આવે ત્યારે ખુલ્લલા મેદાનમાં રહેવુ, ઇજા થઇ હોય તો કઇ રીતે સારવાર કરવી તેની ડેમોસ્ટ્રેશન સાથે સમજણ આપવામા આવી હતી.

હૃદયરોગ, બ્લડપ્રેસર વખતે પ્રાથમિક સારવારની ડેમો કરી વિગતો આપી હતી.

આ તકે ના.મામલતદાર ભૂરીયા, બોરખતરીયા, તલાટીમંત્રી જેઠવા, ચૈહાણ, સરપંચ ગોવિંદભાઇ ભોળા સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓબહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતાં.

(12:10 pm IST)