Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

મીઠાપુરમાં અનુસુચિત જાતિના તેજસ્વી તારલાઓનો ચતુર્થ સન્માન કાર્યક્રમ

મીઠાપુર : ઓખામંડળ તાલુકાના મીઠાપુરની સબરસ ભવન ખાતે શ્રી લક્ષ્મીબેન નાથાભાઇ રામાભાઇ પરમાર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઓખા નગરપાલિકાના કારોબારી ચેરમેન ઉષાબેન ગોહિલના સહયોગથી અનુસુચિત જાતીના તેજસ્વી તારલાઓનો ચતુર્થ સન્માન સમારોહ ભારે દબદબાભેર યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં સ્થાનિક ધારાસભ્ય અને પ્રખર ગૌભકત તથા શિવભકત પબુભા વિરમભા માણેકના પુત્ર સહદેવસિંહ પબુભા માણેક, મીઠાપુર પી.આઇ.  ચંદ્રકાલાબા બી. જાડેજા, પાલિકા પ્રમુખ ચેતનભા માણેક, ઉપપ્રમુખ ચેતનભાઇ મોડી, ટાટા કંપનીના ટાઉન એડમિનિસ્ટ્રેટ વિજયભાઇ ત્રિવેદી, તાલુકા પ્રમુખ ખેરાજબા કેર, વાધેર અગ્રણી થાર્યાભા, મોહનભાઇ ગોહિલ, મંગુભાઇ ચાવડા, અશોકભાઇ પટેલ, નાગાજણભાઇ રમાબેન કકકડ, શ્રીમતી ચંદ્રાબેન વગેરે ઉપસ્થિત રહયા હતા. આ સન્માન સમારોહમાં ૬૦ ટકાથી વધુ ટકાવારી ધરાવતા ધોરણ પ થી ૧ર ની દરેક સ્ટ્રીમના બાળકો આ ઉઓરાંત એલએલબીબીએડબીઇ એમએસસીબીએસી, ડીપલોમા, એમબીબીએસ તેમજ બીડીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતુ. આ ઉપરાંત સહદેવસિંહ પબુભા માણેક, મીઠાપુર પી.આઇ. ચંદ્રકાલાબા જાડેજા તથા ટાઉન અધિકારી વિજયભાઇ ત્રિવેદી દ્વારા પ્રસંગને અનુરુપ કરાયેલા વકતવ્યમાં માતા - પિતાએ પોતાના બાળકોને કેવી રીતે ભણવા માટે પ્રોત્સાહન આપવુ તથાહાલના સૌથી મોટા દુષણોમાનું એક એવા મોબાઇલ ફોનનો જરૂરીયાત પ્રમાણે જ ઉપયોગ કરવા પર તથા કોઇ જ પ્રકારના વ્યસનને આધીન ન થવા પર ભાર મૂકી પોતાના અને સમાજના ભવિષ્ય માટે અત્યારથી જ ગંભીરતાથી નિર્ણય લઇ ફકત અભ્યાસ પર જ ધ્યાન દેવા પર વજન મુકયુ હતુ અને એવા સુંદર આયોજન બદલ આ ટ્રસ્ટના સર્વે સભ્યોનો આભાર માન્યો હતો. સફળ બનાવવા ટ્રસ્ટના માધાભાઇ પરમારતેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : અહેવાલ દિવ્યેશ જટણીયા - મીઠાપુર)

(12:09 pm IST)