Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ધોરાજીમાં વરસાદ બાદ ફરી શેરીઓમાં કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજય

 ધોરાજી માં બે દિવસ માં ૩ ઇંચ જેટલું પાણી વરસતા શહેરના આંબાવાડી,સાઈડિંગ પ્લોટ, હિરપરા વાડી વિસ્તારમાં ગારો, કીચડ અને પાણી ભરાયેલું રહેતા ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધોરાજીમાં ભૂગર્ભ ગટર બન્યા પછી વરસાદી પાણીના નિકાલ નો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. તેમજ શહેરના અમુક વિસ્તારોમાં રોડ રસ્તાના કામો બાકી હોવાથી નીચાણવાળા શેરી અને માર્ગોમાં પાણી ભરાતા ગંદકી થઈ રહી છે. આ ઉપરાંત સફાઈ અને કચરો ઉપાડવાની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિયમિત કચરો ઉપડતો ન હોય અને તેમાં પણ વરસાદી પાણી શેરીઓમાં ભરાયેલા રહેતા હોવાથી જે ગંદકી સર્જાઈ છે તેને કારણે રોગચાળા નીઙ્ગ શકયતા સેવાઇ રહી છે. (તસ્વીર. કિશોરભાઈ રાઠોડ, ધોરાજી)

(12:08 pm IST)