Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

માળીયામિંયાણાના નવલખી બંદર નજીક રહેતા માછીમારો અગરીયા અને વર્ષામેડી ગામના જત પરીવારોના વહારે સેવાભાવીઓઃ સરકારી તંત્ર ખડેપગે

માછીમારો અને અગરીયાનુ સ્થળાંતર કરી રહેવા જમવાની વ્યવસ્થા સાથે ત્રણ દિવસ ફરજ પર રહીને મનાવતા મહેકાવી

માળીયા-મિંયાણા, તા. ૧૭ : મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા અને સેવાભાવી સંસ્થાઓએ ન્યુ નવલખી અને માળીયા વિસ્તારમાં અસરગ્રસ્તોને ફુડ પેકેટનુ વિતરણ કરી માનવતા મહેકાવી હતી વાયુ વાવાઝોડાના કારણે સરકારી તંત્ર ખડેપગે રહી નવલખી જુમ્માવાડીના માછીમારો અને અગરીયાનુ સ્થળાંતર કરી સતત ત્રણ દિવસ ફરજ બજાવી ઉમદા કામગીરી કરી હતી મોરબી જિલ્લા વહીવટી તંત્રએ વાયુ વાવાઝોડાને પગલે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહી ન્યુ નવલખી અને માળીયા વિસ્તારમાં સારી ફરજ બજાવી અસરગ્રસ્તોને મદદરૂપ બની ઉમદા કામગીરી બતાવી અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડી ગરીબ પરીવારોને સરકારી તંત્રએ રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી હતી જેમને ફ્રુડ પેકેટ સુકો નાસ્તો પાણી સહિતની જરુરી ચીજવસ્તુઓ પુરી પાડી હતી જેમા માળીયામિંયાણાના નવલખી બંદરે વાયુ વાવાઝોડાની ગંભીર અસર થવાની શકયતાના પગલે તંત્રએ જુમ્માવાડી દરીયાકાંઠે રહેતા ગરીબ માછીમાર પરીવારોને ન્યુ નવલખી ખાતે સ્કુલમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જયા રહેવા જમવાની સગવડ કરી સરકારી તંત્રના બોડકી તલાટીમંત્રી સતત ખડેપગે રહી ગરીબ પરીવારોની જરુરી સુવિધા પુરી પાડી હતી તેમજ વર્ષામેડી પાસે વર્ષોથી ઝુપડામાં રહેતા ગરીબ જત પરીવારો અને અગરીયાઓને વર્ષામેડી સરકારી સ્કુલ અને આરોગ્ય કેન્દ્રમાં ખસેડી રહેવા જમવાની સરકારી તંત્રએ વ્યવસ્થા કરી હતી તેમજ અસરગ્રસ્તની સેવા આટલેથી પુરી નહી પણ શરૂ થઈ હોય તેમ વાયુ વાવાઝોડાના પગલે દ્યર થી બેધર થયેલા ગરીબ પરીવારોના વહારે મોરબી જલારામ મંદીર ટ્રસ્ટ-પરશુરામ યુવા ગ્રુપ સહિતની સેવાભાવી સંસ્થાઓ તેમજ રાજકીય આગેવાનોએ ચા નાસ્તો ફ્રુડ પેકેટ સહિતની જરૂરી ચીજવસ્તુઓ વિતરણ કરી માનવતા મહેકાવી હતી અને સલામત સ્થળે ખસેડાયેલ ગરીબ પરીવારોએ જણાવ્યુ હતુ કે સરકારી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓએ અમોને પુરતો સાથ સહકાર આપ્યો છે અને તમામ સગવડ આપી ખડેપગે રહ્યા છે જેથી અમો તેમના આભારી છીએ તેવુ ગરીબ અસરગ્રસ્તના મુખે સાંભળતા ખરેખર સરકારી તંત્રએ અને મોરબીના સેવાભાવીઓએ અને સંસ્થાઓએ આ અસરગ્રસ્ત લોકોની જઠ્ઠરાગની ઠારી ઉમદા કામગીરી કરી ફરજ બજાવી હતી.

(12:06 pm IST)