Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ભાવનગરમાંથી વાહનચોરીના બે ગુન્હામાં વોન્ટેડ રીઢો ચોર ઝડપાયો

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર, તા.૧૭: ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકશ્રી અશોક કુમારઙ્ગ એ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ હોય અને જેના ભાગ રૂપે આજ રોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર ના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમીરાહે રાહે, રાજકોટ ગ્રામ્ય જેતપુર સીટી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૧૪૩/૨૦૧૮ તથા ફર્સ્ટ ગુ.ર.નંબર ૪૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નરેશભાઇ ઉર્ફે નરશી બાલુભાઇ સરવૈયા/કોળી ઉ.વ.૩૨ રહેવાસી નવાગામ, પ્રાથમીક શાળા પાસે તા.ગારીયાધાર જી.ભાવનગર વાળાને તેના દ્યરેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી,.પરમાર ની સુચનાથી હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પો.કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા એઝાઝખાન પઠાણ તથા સોહીલભાઇ ચોકીયા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.

(12:05 pm IST)