Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

કચ્છમાં વરસાદઃ સૌરાષ્ટ્રમાં ધાબડ સાથે વરસતા ઝાપટા

હળવો-ભારે વરસાદ વરસી જતા વાતાવરણમા ઠંડક

ગોંડલઃ શહેરમાં વાદળ છાંયા વાતાવરણ સાથે હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ તા.૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ''વાયુ'' વાવાઝોડાની અસરના કારણે વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ થે કચ્છમા આજે ''વાયુ'' વાવાઝોડાની આગાહી સાથે હળવો-ભારે વરસાદ વરસી જાય છે.

કાલે રાત્રે અને આજે સવારે કચ્છના ભુજ તથા લખપત, નલીયા, માંડવીમા વરસાદ વરસ્યો હતો અને લખપતમા અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

જયારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમા હળવા-ભારે ઝાપટા વરસ્યા છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩૫.૬ મહતમ, ૨૮.૨ લઘુતમ, ૮૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

છેલ્લા ૨૪ કલાકમા સૌરાષ્ટ્ર-કચ્છમા પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

જુનાગઢ

કેશોદ

૧૧ મીમી

માળીયાહાટીના

૨૦ મીમી

માણાવદર

૪ મીમી

માંગરોળ

૨૯ મીમી

મેંદરડા

૨ મીમી

વંથલી

૨ મીમી

કચ્છ

અબડાસા

૨ મીમી

ભચાઉ

૭ મીમી

ભુજ

૩ મીમી

લખપત

૧૬ મીમી

મુંદ્દા

૪ મીમી

અમરેલી

અમરેલી

૬ મીમી

લાઠી

૧૨ મીમી

બોટાદ

ગઢડા

૫ મીમી

દેવભુમી દ્વારકા

ભાણવડ

૬ મીમી

રાજકોટ

ધોરાજી

૩ મીમી

વિંછીયા

૩ મીમી

સુરેન્દ્રનગર

સાયલા

૨ મીમી

ભાવનગર

તળાજા

૨ મીમી

ભાવનગર

૧ મીમી

મહુવા

૧ મીમી

(3:22 pm IST)