Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વિસાવદરના ચાંપરડામાંથી જુગાર રમતા ૯ પકડાયા

વિસાવદર પોલીસ દ્વારા કાર્યવાહી

જૂનાગઢ, તા. ૧૭ : જૂનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા તથા પ્રોહીબિશન અને જુગારના બુટલેગરો ઉપર ખાસ વોચ રાખી, પ્રોહીબિશન જુગારના કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારો તથા પોલીસ ઓફિસરને સૂચનાઓ કરવામાં આવેલ છે. જે અન્વયે વિસાવદર પોલીસ દ્વારા જુગાર રમતા ૦૯ આરોપીઓને રોકડ સહિત આશરે સવા લાખના મુદ્દામાલ સાથે પકડાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ પ્રોહીબિશન જુગારના કેસો શોધી કાઢવા રાખેલ ખાસ ઝુંબેશ અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  સૌરભસિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.કે.ઝાલા, પોસઈ એસ.કે.માલમ તથા સ્ટાફના એ.એસ.આઈ. આર.બી.દેવમુરારી, પો.હેડ કોન્સ. જે.પી.મેતા તથા પો.કોન્સ.રણવીરસિંહ પો.કોન્સ. પુનાભાઈ તથા પો.કોન્સ. નિલેશભાઈ સહિતના માણસોની ટીમ દ્વારા વિસાવદર તાલુકાના ચાંપરડા ગામ ખાતે જાહેરમાં જુગાર રમતા  પ્રકાશભાઈ મનસુખભાઇ દવે  (ઉવ. ૪૨) રહે. ડોબરીયા પ્લોટ, વિસાવદર, (૨) ભીખુભાઇ વિરજીભાઈ દુધાત ( ઉવ. ૬૨) રહે. મોટી મોણપરી, તા. વિસાવદર  (૩) વજુભાઇ બચુભાઇ હીરાપર ( ઉવ. ૫૫) રહે. દાદર ગામ તા. વિસાવદર (૪) રાતીભાઈ મેઘાભાઈ ચારોળિયા (ઉવ. ૪૨) રહે. ચાંપરડા ગામ તા. વિસાવદર (૫) સગુણભાઈ બાધાભાઈ રાખોલિયા (ઉવ. ૫૧) રહે. નાની મોણપરી તા. વિસાવદર  (૬) ભાવેશભાઈ પુનાભાઈ પાઘડા (ઉવ. ૩૦) રહે. દાદર ગામ તા. વિસાવદર  (૭) માથુરભાઈ વાલજીભાઈ રાખોલિયા (ઉવ. ૬૨) રહે. મોટી મોણપરી તા. વિસાવદર  (૮) હરેશભાઇ લખુભાઈ વાણિયા (ઉવ. ૪૦) રહે. શેત્રુજ વડાળા તા. વિસાવદર  (૯) વજુભાઇ લાખાભાઈ પટોળીયા (ઉવ. ૬૦) રહે. ચાંપરડા તા. વિસાવદરને રોકડ રૂ. ૩૫,૧૪૦/- મોટર સાયકલ નંગ ૦૬ કિંમત રૂ. ૯૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૨૫,૧૪૦/- સહિતના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરૂદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. આર.બી.દેવમુરારી દ્વારા સરકાર તરફે ફરિયાદી બની જુગાર ધારા મુજબ ગુન્હો નોંધાવેલ છે .(૩૭.૩)

(12:01 pm IST)